જ્યારે પણ માથામાં દુખાવો થાય ત્યારે બામનો ઉપયોગ કરવામાં આવે છે. બામ લગાડો એટલે ઠંડક લાગે અને પછી માથું ઉતરી જાય છે. શું તમે જાણો છો કે બામમાં એવું શું હોય છે જેના કારણે ઠંડક લાગે અને દુખાવો પણ મટે છે? નથી જાણતા તો આજે તમને જણાવીએ.
જ્યારે પણ માથામાં દુખાવો થાય ત્યારે સૌથી પહેલા બામ લગાડવામાં આવે છે. બામ લગાડવાથી માથામાં ઠંડકનો અનુભવ થાય છે. સાથે જ થોડીવારમાં માથાનો દુખાવો પણ ઓછો થતો હોય તેમ લાગે છે. તમને પણ ક્યારેક તો વિચાર આવ્યો હશે કે બામમાં એવી કઈ દવા હોય છે કે જેના કારણે માથાનો દુખાવો મટી જાય છે?
હકીકતમાં બામમાં કેટલાક ખાસ તત્વો હોય છે જેને ત્વચા પર લગાડો કે તુરંત જ તે એક્ટિવ થઈ જાય છે અને કામ કરવાનું શરૂ કરી દે છે. બામમાં મુખ્ય રીતે મેન્થોલ અને કપૂર હોય છે. કોઈપણ બામ હોય તેમાં આ બે વસ્તુ મુખ્ય હોય છે. આ બંને વસ્તુ પ્રાકૃતિક છે અને તેમાં ઠંડક કરવાનો ગુણ હોય છે.

જ્યારે તમે બામ માથા પર લગાડો છો તો મેન્થોલ અને કપૂર ત્વચાના સંપર્કમાં આવે છે અને ત્વચાની નસોને ઉત્તેજિત કરે છે. આપણી ત્વચામાં એવા રિસેપ્ટર હોય છે જે ઠંડી વસ્તુને અનુભવ કરે છે. મેન્થોલ અને કપૂર આ રિસેપ્ટર્સને એવી રીતે સક્રિય કરે છે કે ત્વચા પર ઠંડકનો અનુભવ થવા લાગે.
જોકે બામ લગાડવાથી તીવ્ર માથાનો દુખાવો તુરંત મટતો નથી. પરંતુ બામ લગાડવાથી દુખાવામાં આરામ મળી જાય છે. ઠંડકના કારણે સ્નાયુને આરામ મળે છે અને દુખાવાનો અનુભવ ઘટવા લાગે છે. સાથે જ બામની જે સુગંધ હોય છે તે શાંતિનો અનુભવ કરાવે છે. બામ લગાડવાથી સ્નાયુ રિલેક્સ થઈ જાય છે અને ઊંઘ પણ સારી રીતે આવે છે. ટૂંકમાં કહીએ તો બામમાં કોઈ ખાસ પ્રકારની પેઈન કિલર કે દવા નથી હોતી. તેમાં મેન્થોલ અને કપૂર હોય છે જે સ્નાયુને રિલેક્સ કરે છે અને જેના કારણે આરામનો અનુભવ થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
