તાજા આદુની સરખામણીમાં સુકા આદુનો પાવડર એટલે કે સૂંઠનો પાવડર વધારે લાભ કરી શકે છે. સૂંઠ ખાસ રીતે રોજ લેવામાં આવે તો તેનાથી શરીરમાં એક નહીં અનેક પોઝિટિવ ફેરફાર જોવા મળી શકે છે. ખાસ તો પેટની ચરબી ઓછી કરવામાં સૂંઠ મદદરુપ થઈ શકે છે.
આપણા ઘરના રસોડામાં રોજ ઉપયોગમાં આવતા લીલા મસાલામાંથી એક આદુ પણ છે. આદુનો ઉપયોગ ચાથી લઈને રોજની રસોઈમાં કરવામાં આવે છે. રોજના વપરાશમાં મોટાભાગે તાજુ આદું જ વપરાય છે પરંતુ શું તમે જાણો છો કે સુકવેલું આદુ એટલે કે સૂંઠ આદુ કરતા પણ વધારે ફાયદાકારક છે ? સામાન્ય ભાષામાં જેને સૂંઠ કહેવાય છે તે સુકાયેલું આદુ હોય છે. સૂંઠ પાવડરને ડાયટમાં યોગ્ય રીતે સામેલ કરવામાં આવે તો તેનાથી ગંભીર લાગતી સમસ્યાઓમાં પણ ફાયદો થઈ શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ સૂંઠનો ઉપયોગ ડાયટમાં કેવી રીતે કરવો અને તેનાથી શરીરને કેવા ફાયદા થઈ શકે છે.
મેટાબોલિઝમ બુસ્ટ થશે અને વજન ઘટશે

હેલ્થ એક્સપર્ટ અનુસાર સૂંઠની હર્બલ ટી પીવાથી શરીરની 90 થી 110 કેલરી બર્ન થાય છે. આ ઉપરાંત સવારે પણ સૂંઠ પાવડર લેવાથી શરીરની ફેટ બાળવાની ક્ષમતા 10% વધી જાય છે. જો તમે થોડા સપ્તાહ સુધી નિયમિત પાણીમાં સૂંઠ પાવડર મિક્સ કરીને પીવાનું રાખશો તો તમારું વજન એક થી દોઢ કિલો જેટલું ઘટી શકે છે. જે લોકો વેઈટલૉસ કરવા માંગતા હોય તેમણે સૂંઠનું સેવન કરવું જોઈએ તેનાથી મેટાબોલિઝમ પણ બુસ્ટ થાય છે. આદુ કરતા સૂંઠ વધારે ફાયદાકારક એટલા માટે છે કે જ્યારે આદુને સુકવવાની પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલું જીંજરોલ શોગોલ્સ નામના તત્વમાં બદલી જાય છે. શોગોલ્સ શરીરમાં ગરમી ઉત્પન્ન કરી કેલેરી વધારે બળે છે.. તેમાં રહેલા પોષક તત્વો શરીરની ચરબી ઝડપથી ઓછી કરવામાં મદદ કરે છે તેથી આદુ કરતા સૂંઠ વધારે ફાયદાકારક ગણાય છે.
માઇગ્રેન અને ઉલટીથી રાહત
સૂંઠ ફક્ત વજન ઘટાડવામાં જ નહીં પરંતુ માથાના તીવ્ર દુખાવા માઇગ્રેન અને ઉલટી જેવી સમસ્યામાં પણ ફાયદો કરે છે.. માઈગ્રેન સંબંધિત એક સ્ટડી અનુસાર સૂંઠમાં દુખાવાની તીવ્રતા ઓછી કરવાની ક્ષમતા હોય છે. જ્યારે માથું વધારે દુખતું હોય ત્યારે ઉલટી થતી હોય છે. માઇગ્રેનની તકલીફમાં સૂંઠ પેનકિલર જેટલી જ અસરકારક ગણાય છે.. તેનાથી ઉલટી જેવી સમસ્યામાં પણ ફાયદો થાય છે.
સૂંઠનો ઉપયોગ કેવી રીતે કરવો ?
હેલ્થ એક્સપર્ટ અનુસાર અડધી ચમચી કે એક ચમચી સૂંઠ પાઉડર હુંફાળા પાણીમાં મિક્સ કરીને પી શકાય છે. આમ તો દિવસમાં કોઈપણ સમયે આ પાણી પી શકાય છે પરંતુ જો તમે સવારે સૂંઠનું પાણી પીશો તો ફાયદો વધારે થશે તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. જો તમને માઈગ્રેન કે વારંવાર ઊલટી થવાની સમસ્યા હોય તો જમ્યા પછી આ પાણી પીવું જોઈએ.

સૂંઠનું પાણી કોણે ન પીવું ?
આમ તો સૂંઠ ફાયદાકારક છે પરંતુ જે લોકોને પેટમાં અલ્સર હોય, પિતની થેલીમાં પથરી હોય, જે લોકો લોહી પાતળું થવાની દવા લેતા હોય અથવા તો ગર્ભવતી મહિલાઓએ સૂંઠ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી. આ સિવાય સ્વસ્થ અને વયસ્ક વ્યક્તિ સૂંઠ પાવડર હુંફાળા પાણી સાથે રોજ લઈ શકે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
