તેલમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન, કેલ્શિયમ, આયરન, ઝિંક સહિતના પોષકતત્વો હોય છે. જે શરીરને ફાયદો કરે છે. આજે તમને શિયાળામાં સફેદ અને કાળા તલનો ડાયટમાં સમાવેશ કરવાની બેસ્ટ રીત જણાવીએ. આ રીતે તલ ખાવાથી શરીરને 5 સૌથી મોટા ફાયદા થાય છે. આ ફાયદા કયા છે તે પણ તમને જણાવીએ.
કાળા અને સફેદ તલ શરીર માટે સુપર ફુડ સમાન છે. શિયાળામાં તલ ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. તલ પ્રોટીન, ઝિંક સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે. શિયાળામાં શરીરને આ પોષક તત્વો ફાયદો કરે છે. તલનું સેવન રોજ કરવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે અને હૃદય પણ હેલ્ધી રહે છે.
આજે તમને કાળા અને સફેદ તલને શિયાળામાં ડાયટમાં કેવી રીતે સામેલ કરવા તેની 5 રીત જણાવીએ. સાથે જ એવા ફાયદા વિશે જણાવીએ જેને જાણ્યા પછી તમે આજે જ તલ લઈ આવશો અને ખાવાની શરૂઆત કરી દેશો. આ રીતે તમે શિયાળામાં કાળા અને સફેદ બંને તલને ડાયટમાં સામેલ કરી શકો છો. તેનાથી સ્વાદ પણ મળશે અને ફાયદા પણ થશે.
સવારે ખાલી પેટ તલ ખાવા

શિયાળામાં સવારે ખાલી પેટ એક ચમચી શેકેલા તલ ખાવાથી સૌથી વધુ ફાયદા થાય છે તેવું માનવામાં આવે છે.. જો તમે તલની સાથે ગોળ પણ ખાવ છો તો તેનાથી શરીરમાં કેલ્શિયમ અને આયરન વધે છે. સવારે ખાલી પેટ શેકેલા તલ અને ગોળ ખાવાથી શરીરને એનર્જી મળે છે અને નબળાઈ લાગતી નથી. સવારે તલ ખાવાથી એનર્જી લેવલ બુસ્ટ થઈ જાય છે.
તલનું તેલ
શિયાળામાં તમે ભોજન બનાવવા માટે તલના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. જે રીતે તલ ફાયદો કરે છે તે રીતે જ તલનું તેલ પણ ફાયદો કરે છે. તલના તેલનો ઉપયોગ કરવાથી ભોજનનો સ્વાદ પણ વધી જશે અને તલના ફાયદા પણ મળી જશે.
તલના લાડુ
શિયાળામાં તમે તલના લાડુ ચીકી વગેરે બનાવીને પણ ખાઈ શકો છો. આ રીતે ખાવાથી તલ, ગોળ અને ઘી ત્રણેય વસ્તુ શરીરને મળશે. આ ત્રણે વસ્તુ શરીરને શિયાળામાં ફાયદો કરે છે. તલના લાડુ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને શરીરને ફાયદો કરે છે. તલના લાડુ ખાવાથી શરીરનું તાપમાન ગરમ રહે છે અને એનર્જી જળવાઈ રહે છે.
સલાડ સાથે
તમે સલાડ સાથે પણ શેકેલા તલ ખાઈ શકો છો. સલાડ સમારીને તેમાં શેકેલા તલ છાંટી દેવા. આ રીતે તલ ખાવાથી સલાડનો સ્વાદ પણ વધી જશે અને તલ ખવાઈ પણ જશે.
તલની રોટલી
જો તમે ઉપર જણાવેલી ચારમાંથી એ કઈ રીતે તલ ન ખાઈ શકો તો શિયાળામાં રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં તલ ઉમેરી દો. તમે ભાખરી અને પરોઠામાં પણ તલ ઉમેરી શકો છો. રોટલી, પરોઠા કે ભાખરીમાં તલ ઉમેરીને ખાવાથી તેનો સ્વાદ પણ વધી જાય છે અને શરીરને તલથી થતા ફાયદા પણ મળે છે.
તલ ખાવાના ફાયદા
તલમાં કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. તલ ખાવાથી ઓસ્ટીયોપોરસિસ જેવી સમસ્યાનું જોખમ ઓછું થાય છે. કાળા અને સફેદ તલ વિટામિન ઈ અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તે વાળ અને સ્કીનની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તલમાં ફાઇબર હોય છે જે પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં લાભદાયક સાબિત થાય છે. જે લોકોને કબજિયાત જેવી સમસ્યા હોય તેને રોજ તલ ખાવા જોઈએ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
