ડાયાબિટીસમાં બ્લડ શુગર હાઈ રહેતું હોય તો તેને કંટ્રોલ કરવામાં સરગવાના પાનની આ ચટણી તમને મદદ કરી શકે છે. આ ચટણી હાઈ બ્લડ શુગરને કંટ્રોલ કરે છે.
વધારે રહેતું બ્લડ શુગર લેવલ આજના સમયની સૌથી વધારે જોવા મળતી સમસ્યા છે. જો તમારું બ્લડ શુગર પણ 300 થી વધારે જતું હોય અને તમને ટેન્શન થતું હોય તો હવે ચિંતા કરવાનું છોડી આ ચટણી ખાવાનું શરુ કરી દો. સરગવાના ઝાડના પાન એ સુપરફુડ છે જે તમારું બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરશે. સરગવાના પાનની ચટણી આ રીતે બનાવી ડાયટમાં સામેલ કરવાથી ડાયાબિટીસમાં લાભ થશે અને તેની સાથે સ્વાસ્થ્યમાં અન્ય સુધારા પણ જોવા મળશે.
સરગવાના પાનમાં વિટામિન, મિનરલ્સ, એન્ટી ઓક્સીડન્ટ ભરપુર માત્રામાં હોય છે. તે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં પહેલા તત્વ ઈંસુલિન સંવેદનશીલતા વધારવામાં મદદ કરે છે. તેનાથી શુગર લેવલ ઓછું રહે છે. સાથે જ તેનાથી સોજા ઓછા થાય છે અને શરીરને શક્તિ મળે છે. સરગવાના પાનની ચટણી બનાવવી સરળ છે. અને તેને રોજ સવાર-સાંજ ખાવાથી ઝડપથી ફાયદો જોવા મળે છે.

સરગવાના પાનની ચટણી બનાવવાની રીત
સરગવાના પાનની ચટણી બનાવવા માટે 1 કપ સરગવાના તાજા પાન લેવા. સાથે જ 2 થી 3 લીલા મરચાં, 1 ટમેટું, 1 ચમચી જીરું, 1 કળી લસણ અને સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ લેવો. આ બધી જ વસ્તુઓને મિક્સર જારમાં સારી રીતે પીસી લો. તૈયાર કરેલી ચટણીની 1 થી 2 ચમચી સવારે નાસ્તામાં અને બપોરે ભોજન સાથે લેવાનું શરુ કરો. આ ચટણી સવારે નાસ્તા સાથે અને બપોરે લેવાથી વધારે ફાયદો કરે છે.
સરગવાના પાનની ચટણી ખાવાથી શુગર કંટ્રોલ થવાની સાથે પાચન પણ સુધરે છે. આ ચટણી નિયમિત ખાવાથી વજનમાં પણ ઘટાડો થઈ શકે છે. આ ચટણી ઈમ્યુનિટી બુસ્ટ કરે છે. આ ચટણી બનાવી ફ્રેશ હોય ત્યારે જ ઉપયોગમાં લઈ લેવી. એકવાર બનાવેલી ચટણીને તમે 2 દિવસ સ્ટોર કરી શકો છો તેનાથી વધારે દિવસ આ ચટણી રાખવી નહીં. આદર્શ સ્થિતિ તો એ છે કે તમે રોજના ઉપયોગ માટે રોજ ચટણી બનાવો.

For more details… Contact 9322529232 / 9324483455
