મખાના અનેક ગુણોથી ભરપુર હોય છે તેમ છતા કેટલાક લોકો માટે મખાના સમસ્યાનું કારણ બની શકે છે. આજે તમને 3 એવી બીમારી વિશે જણાવીએ જેમાં મખાના ખાવાથી તકલીફ વધી જાય છે.
મખાના ખાવા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. મખાનામાં કેલેરી ઓછી અને ફાઈબર વધારે હોય છે. જેના કારણે મખાના શરીર માટે લાભકારી સાબિત થાય છે. મખાના વજન ઘટાડવાથી લઈ હાર્ટ હેલ્થ સુધારવા સુધીના ફાયદા કરે છે. મખાનામાં ફ્લેવોનોઈડ્સ અને પોલીફેનોલ્સ નામના યૌગિક હોય છે જે સોજા ઓછા કરવામાં મદદ કરે છે.
મખાના ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ બનવાનું પ્રમાણ ઘટી જાય છે. તેના કારણે હાર્ટ એટેકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. આ ખુબીઓના કારણે જ મખાનાને સુપરફુડ માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ તો મખાના રોજ ખાવાની સલાહ આપતા હોય છે. અગણિત ફાયદા કરે છે તેમ છતા મખાના 3 લોકો માટે હાનિકારક સાબિત થાય છે. ડોક્ટર્સના જણાવ્યાનુસાર 3 સ્થિતિમાં લોકોએ મખાના ખાવાનું ટાળવું જોઈએ. આ સમસ્યાઓ કઈ કઈ છે ચાલો જાણીએ.

પથરીની સમસ્યામાં
હેલ્થ એક્સપર્ટ અનુસાર જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમણે મખાના ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે મખાનામાં ઓક્સાલેટ હોય છે જે પથરી બનવાની પ્રોસેસને ટ્રીગર કરી શકે છે. જે લોકોને પહેલાથી જ પથરી હોય તેઓ મખાના ખાય તો પથરીની સમસ્યા વકરી શકે છે. તેથી પથરીની સમસ્યા હોય તેમણે મર્યાદિત માત્રામાં મખાના ખાવા જોઈએ.
ડાયાબિટીસ
ડાયાબિટીસ હોય તેવા લોકો માટે પણ મખાના સારા નથી. મખાના ખાવામાં શુગર પેશન્ટે સાવધાની રાખવી જોઈએ. તેમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ તો ઓછો હોય છે પરંતુ અન્ય કાર્બોહાઈડ્રેટ સાથે મખાનાનું સેવન બ્લડ શુગર લેવલ વધારી શકે છે. તેથી ડાયાબિટીસ હોય તેમણે મખાના ન ખાવા અથવા ઓછા ખાવા

એલર્જી
હેલ્થ એક્સપર્ટ અનુસાર જે લોકોને ડ્રાયફ્રુડ, સીડ્સ ની એલર્જી હોય તેમણે મખાના ખાવાનું ટાળવું. આ ફુડ સંવેદનશીલ લોકોમાં એલર્જી રિએક્શન ટ્રિગર કરી શકે છે. તેના કારણે ખંજવાળ અને પિત્ત જેવા લક્ષણોથી લઈ એનાફિલેક્સિસ જેવા ગંભીર રિએકશન જોવા મળી શકે છે.

For more details… Contact 9322529232 / 9324483455
