લીંબુના સેવનથી શરીરને કુદરતી રીતે પોષણ મળે છે. તમે દરરોજ તમારા આહારમાં લીંબુનો સમાવેશ કરીને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો.  આજે તમને લીંબુના આવા જ કેટલાક ખાસ ગુણો વિશે જણાવીએ.

લીંબુ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે નથી પણ તે સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. તેનો ખાટો સ્વાદ ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે અને તેના ગુણ શરીરને પોષક તત્વો પ્રદાન કરે છે. વિટામિન સી, એન્ટી ઓકિસડન્ટોથી સમૃદ્ધ લીંબુનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.

લીંબુના સેવનથી શરીરને કુદરતી રીતે પોષણ મળે છે. તમે દરરોજ તમારા આહારમાં લીંબુનો સમાવેશ કરીને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો.  આજે તમને લીંબુના આવા જ કેટલાક ખાસ ગુણો વિશે જણાવીએ.

રોગપ્રતિકારક શક્તિ વધે છે

લીંબુમાં વિટામિન સી હોય છે જે વાઈટ બ્લડ સેલ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, જે શરીરને રોગ સામે લડવામાં મદદ કરે છે. શરદી અને ઉધરસ જેવી વાયરલ બીમારીઓથી બચવા માટે નવશેકા પાણીમાં લીંબુ અને મધ ભેળવીને નિયમિત પીવાથી ફાયદો થાય છે.

પાચનને સ્વસ્થ રાખે છે

લીંબુનો રસ પાચન ઉત્સેચકોના ઉત્પાદનમાં વધારો કરે છે, જેનાથી ખોરાક સરળતાથી પચી જાય છે. પેટ ફૂલવું અને અપચો જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં પણ લીંબુ પાણી અસરકારક છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે

લીંબુ પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને શરીરની ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે. જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હુંફાળા પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને સવારે ખાલી પેટ પીવાથી વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બને છે.

ત્વચા માટે વરદાન

લીંબુમાં રહેલા વિટામિન સી અને એન્ટી ઓકિસડન્ટ ત્વચાને યુવાન રાખે છે અને કરચલીઓ ઘટાડે છે. લીંબુના રસમાં થોડું મધ ભેળવીને ચહેરા પર લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે.

વાળ મજબૂત થાય છે

લીંબુનો રસ વાળના મૂળને મજબૂત કરવામાં અને ડ્રાયનેસ દૂર કરવામાં મદદ કરે છે. ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ લીંબુનો રસ અસરકારક છે.

ઘા ઝડપથી રૂઝાય છે

લીંબુના રસમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે ઘાને ઝડપથી મટાડવામાં મદદ કરે છે. હુંફાળા પાણીમાં લીંબુ અને ફુદીનો ભેળવીને સવારે ખાલી પેટ પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us