થાણે રેલવે-સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુણેથી આવતી મેલ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન એક યુવાને મંગળવારે રાતે જોખમી સ્ટન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનું સંતુલન બગડતાં તે સીધો પ્લૅટફૉર્મ અને ટ્રેન વચ્ચેના ગૅપમાં પડી ગયો હતો. ઘટના એટલી ભયાનક હતી કે સ્ટેશન પર હાજર મુસાફરોમાં હાહાકાર મચી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર યુવક દારૂના નશામાં હતો અને બેદરકારીપૂર્વક ટ્રેનના દરવાજા પાસે જોખમી હિલચાલ કરી રહ્યો હતો. થાણે GRPએ જણાવ્યું હતું કે ‘ટ્રેન ધીમે-ધીમે પ્લૅટફૉર્મ-નંબર ૧૦ પર પ્રવેશી રહી હતી ત્યારે યુવક સ્ટન્ટ કરવા માટે દરવાજા પાસે લટક્યો હતો. અચાનક તેનો પગ સરકતાં તે નીચે પટકાયો હતો અને ગંભીર રીતે જખમી થયો હતો. દુર્ભાગ્યે અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકે પોતાના બન્ને પગ ગુમાવ્યા છે. આ ઘટનાએ સ્ટેશન પર હાજર લોકોમાં ચિંતા અને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
