ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયા દ્વારા મુંબઈમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે હેન્ડ ટૂલ્સ એન્ડ ફાસનર્સની 23મી આવૃત્તિ અને ઈન્ટરનેશનલ એક્ઝિબિશન ઓન કટિંગ એન્ડ વેલ્ડિંગ્સ મટીરિયલ્સની 14મી આવૃત્તિનું આજન કરાયું. સોમવાર સુધી ચાલનારા આ પ્રદર્શન સાથે યુઝ્ડ મશીનરી એક્સપો અને ઈન્ટરનેશનલ મશીન ટૂલ્સ એક્સપોનું પણ આયોજન કરાયું છે.
150+ અગ્રણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ એકત્ર આવી છે. દેશવિદેશમાંથી 8000થી વધુ મુલાકાતી ત્રણ દિવસમાં આવવાની ધારણા છે. ઉદઘાટનમાં ઈન્ફોર્માના ભારતના એમડી યોગેશ મુદ્રાસ, ગ્રુપ ડાયરેક્ટર ગગન સાહની, વિવિધ નામી કંપનીઓના સિનિયર મેનેદર સુરેશ નામ્બિયાર, એમડી અમન અગરવાલ, ચેનલ ડેવલપમેન્ટ મેનેજર કુલવિંદર સિંહ, પાર્ટનર ઈશાંત ગુપ્તા, ડાયરેક્ટર નીરજ અગરવાલ, જીએમ રાજેશ પેશિયન, મેનેજર મનોજ શિંગાલા વગેરેનો સમાવેશ થતો હતો.

આ વર્ષે જર્મની, સાઉથ કોરિયા, તાઈવાન ચીનથી પણ સહભાગ જોવા મળ્યો છે.એમએસએમઈ અને ઊભરતા ઉત્પાદકો માટે અત્યાધુનિક લોન્ચ, વેલ્ડિંગ ઓટોમેશનમાં લાઈવ પ્રદર્શન, હાઈ પરફોર્મન્સ કોર્ડલેસ પાવર ટૂલ્સ, પ્રિસિશન- એન્જિનિયર્ડ હેન્ડ ટૂલ્સ અન રિફર્બિશ્ડ મશીનરી સોલ્યુશન્સનો સમાવેશ થાય છે.
યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે ટૂલ્સ ઉદ્યોગ વૈશ્વિક ઉત્પાદકનનું મહત્ત્વપૂર્ણ એનેબ્લર છે, જે બાંધકામ, ઓટોમોટિવ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કાર્યક્ષમતા અને ઉત્પાદકતા પ્રેરિત કરી રહ્યો છે.
ભારતની હેન્ડ અને પાવર ટૂલ્સની નિકાસ હાલમાં 1 અબજ યુએસડી પરથી 2035 સુધી 25 અબજ યુએસડી સુધી પહોંચવાની ધારણા છે, જે આગળ ભરપૂર તકો દર્શાવે છે.ઓશો ટૂલ્સના જનરલ માર્કેટિંગ હેડ રાજેશ પેશિયને જણાવ્યું કે મહામારી પછી હેન્ડ ટૂલ્સ અને પાવર ટૂલ્સ ક્ષેત્ર પર ચર્ચાને કારે ભારતમાં પાવર ટૂલ ઉત્પાદન સ્થાપિત કરવા માટે સરકારે રૂ. 3000 કરોડની ફાળવણીને મંજૂરી આપી છે.

દ નિયર્સ ટૂલ્સના ડાયરેક્ટર નીરજ અગરવાલે જણાવ્યું કે આગામી ઉત્પાદન એકમોને કારણે આયાત પર નિર્ભરતા ઓછી થશે, જેને કારણે ઘરઆંગણે નોકરીઓ ઊપજશે અને દેશમાં હેન્ડ ટૂલ્સ ઉદ્યોગ માટે મજબૂત ભવિષ્ય નિર્માણ થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
