
મરાઠી મુદ્દે એમએનએસ કાર્યકર્તાઓનું આક્રમક વલણ કેટલી હદે યોગ્ય? – રહેવાસીઓનો સવાલ
ઘાટકોપરમાં ગુજરાતી, મારવાડી અને જૈન રહેણાંક સોસાયટીમાં એક મરાઠી પરિવાર સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવ્યું હોવાના અહેવાલ બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકર અને એક હાઉસિંગ સોસાયટીના સભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
અહેવાલો અનુસાર, શાહ નામના એક વ્યક્તિએ કથિત રીતે માંસાહારી ખોરાક ખાવા બદલ પરિવારને ઠપકો આપ્યો હતો, અને કહ્યું હતું કે, “મરાઠી લોકો માછલી અને માંસ ખાઓ છો.” જેથી ત્યાં માહોલ તણાવપૂર્ણ બની ગયો હતો.
તાજેતરમાં જ RSS નેતા ભૈયાજી જોશીના વિવાદાસ્પદ નિવેદન કર્યુંં હતું જેમાં તેમણે ઘાટકોપરની મુખ્ય ભાષા મરાઠી નહીં પણ ગુજરાતી હોવાનો દાવો કર્યો હતો. આનાથી સાંસ્કૃતિક વર્ચસ્વ અને ખોરાક આધારિત ભેદભાવના મુદ્દાઓ સામે આવ્યા છે.

આ હાઉસિંગ સોસાયટીમાં મુખ્યત્વે જૈન, મારવાડી અને ગુજરાતી પરિવારો રહે છે, જેમાં ફક્ત ચાર મરાઠી પરિવારો છે. અહેવાલો અનુસાર, મરાઠી પરિવારો છેલ્લા કેટલાક સમયથી તેમની ખાવાની પસંદગીઓને લઈને કથિત રીતે અન્ય રહેવાસીઓ તરફથી હેરાનગતિનો સામનો કરી રહ્યા છે.
આ ઘટના બાદ, MNS કાર્યકરો સોસાયટી પરિસરમાં પ્રવેશ્યા. MNS લેબર વિંગના ઉપપ્રમુખ રાજ પાર્ટેએ હસ્તક્ષેપનું નેતૃત્વ કર્યું, પરંતુ શાહ પોતે હાજર ન થયા હોવાના અહેવાલ છે. સોસાયટીના અન્ય રહેવાસીઓએ પરિસ્થિતિને ઓછી આંકવાનો પ્રયાસ કર્યો, અને દાવો કર્યો કે તેઓ પ્રાદેશિક ઓળખના આધારે ભેદભાવ કરતા નથી અથવા માંસના વપરાશ પર પ્રતિબંધો લાદતા નથી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
