મુંબઈમાં ટુવ્હીલરની ટક્કરમાં રસ્તો ઓળંગતા ગણેશ શાહ નામના એક રાહદારીનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ટુવ્હીલર ફરાર થયો હતો અને સાંતાક્રુઝ પોલીસ એને શોધી રહી છે. ગણેશ શાહ (40) પત્ની અને ત્રણ બાળકો સાથે સાંતાક્રુઝમાં રહેતો હતો.
શુક્રવારે સવારના એ કામ નિમિતે બહાર ગયો હતો. સવારના સાડા સાતના સુમારે જુહુ તારા રોડ પર એસએનડીટી કોલેજ સામે રસ્તો ઓળંગતા જુહુ કોલીવાડાની દિશામાં પશ્ચિમ તરફથી પુરઝડપે આવતી એક મોટરસાઈકલે એને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગણેશ જખમી થયો હતો. અકસ્માત બાદ ટુવ્હીલર ચાલક ફરાર થયો હતો.

ગણેશની પત્ની અને સગાસંબંધીઓએ તેને તરત કૂપર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પ્રાથમિક સારવાર પછી આગળની સારવાર માટે એને પરેલની કેઈએમ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવી. જો કે ત્યાં સુધી બપોરના ત્રણ વાગી ગયા હતા. તેથી કુટુંબીઓએ બીજા દિવસે કેઈએમમાં લઈ જવાનો નિર્ણય લીધો. એ દિવસે સાંજે છ વાગ્યે ગણેશને શ્વાસ લેવામાં તકલીફ થઈ.

For more details… Contact 9322529232 / 9324483455
