કહેવાય છે કે વર્ષો પહેલા લોયાગામે ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્ત શુરાબાપુનો પટારો ચોરાયેલ તે ગામના પાદરેથી હેમખેમ મળ્યું. તેમાં મુકેલ ઘરેણાની કિંમત બરાબરનું ઉત્સવ તે સમયે ‘શાકોત્સવ’ થી કરેલ તે પ્રસંગ અનુલક્ષીને સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય મંદિરોમાં દેશમાં તેમજ વિદેશમાં ચાર્તુમાસ પછી પોતાની અનુકુળતા મુજબ ભક્તો દરેક મંદિરોમાં આજ સુધી ઉજવે છે. આ ઉત્સવ સદગુરુ ધ્યાની સ્વામીના ગુરુ સ્થાને વિદ્વાન સાહિતાચાર્ય (ગોલ્ડ મેડાલીસ્ટ) સંત શ્રી સત્સંગભુષણદાસજી અને સંતમંડળના નેજા હેઠળ રવિવાર તા.4-1-2025ના રોજ ઘાટકોપર સ્થિત ગુરુકુળ શાળામાં ઉજવાયો.




આશીર્વચન પાઠવતા વર્તમાન સમયમાં માનવજીવનમાં આધ્યાત્મિકતા અને ધર્મનું મહત્વ સમજાવ્યું. તેમજ વ્યસન મુક્તિ અપનાવવા અને જીવનમાં સદાચારનું પાલન કરી દુર્ગુણોને ત્યાગ કરી નાખવું. આ ભક્તિમય વાતાવરણમાં તા.૧૮ થી ૨૩ ફેબ્રુઆરી આણંદ ખાતે યોજાનારા મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને સંત નિવાસ ઉદ્ઘાટન અને શ્રીમદ્ સત્સંગીજીવન પંચાન્હ પારાયણમાં સહભાગી થવા આમંત્રણ આપ્યું. આ કાર્યક્રમ દરમ્યાન ઘાટકોપર સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી યોગેશ્વરદાસજી સ્વામીએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું તેમજ મુંબઈના દરેક પરા ઉપરાંત નાસિક, પુના, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ભુજથી ભક્તો અને મહાનુભવો પધાર્યા હતા. સંસ્થાના આમંત્રણને માન આપી વિવિધ ન્યુઝપેપરના પત્રકારો તેમજ ગુર્જરભૂમિ (ન્યુઝપેપર, ન્યુઝ ચેનલ, ન્યુઝ પોર્ટલ) ના મનિષ ઠક્કર ઉપસ્થિત રહી સ્વામીજીના આશીર્વાદ મેળવી પ્રવચનનો લાભ લીધો હતો. આ પ્રસંગે ગુર્જરભૂમિના વૈશાલીબેન ઠક્કર પણ હાજર રહ્યા હતા જેમનું સન્માન સંસ્થાના મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આશરે ૨૦૦૦ થી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો.








Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
