રખડતા કૂતરાઓના ત્રાસના કારણે સામાન્ય લોકો ભયના ઓથાર હેઠળ છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યના ગ્રામીણ ભાગના સાત લાખ લોકોને રખડતા કૂતરાઓએ બટકા ભર્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે અને રખડતા કૂતરાઓને સાર્વજનિક ઠેકાણે ખાવાનું આપનાર શ્વાનપ્રેમીઓને હવેથી દંડ કરવાનો નિર્દેશ રાજ્ય સરકારે રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્યના નગરવિકાસ વિભાગે મહાપાલિકાઓને કૂતરાઓની સંખ્યા પર ધ્યાન રાખવાનો આદેશ પરિપત્ર જારી કરીને મહાપાલિકાઓને આપ્યો છે. રાજ્ય સરકારની તમામ સૂચનાઓનું બધી મહાપાલિકા, નગર પરિષદો, નગરપંચાયતોએ પાલન કરવું. આ આદેશનું પાલન નહીં થાય તો સંબંધિત અધિકારીઓને વ્યક્તિગત રીતે જવાબદાર ગણવામાં આવશે. રાજ્યની તમામ મહાપાલિકાઓએ તેમના કાર્યક્ષેત્રમાં સુસજ્જ વેટરનરી હોસ્પિટલ ઊભી કરવી. બધી હોસ્પિટલોએ એન્ટિ રેબીઝ રસી અને ઈન્યુનોગ્લોબુલિનનો સ્ટોક રાખવો ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ તમામ સૂચનાઓનું બધી મહાપાલિકા, નગર પરિષદો, નગરપંચાયતોએ પાલન કરવું. આ પ્રકરણે સુપ્રીમ કોર્ટનું અવમાન ન થાય એની ધ્યાન રાખવું. આ આદેશનું પાલન નહીં થાય તો સંબંધિત અધિકારીને વ્યક્તિગત રીતે જવાબદાર ગણવામાં આવશે. શૈક્ષણિક સંસ્થા, ખાનગી હોસ્પિટલો, સાર્વજનિક હોસ્પિટલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશનના પરિસરમાં જોવા મળતા દરેક રખડતા કૂતરાને તરત પકડવો, એની નસબંધી અને રસીકરણ કરીને શેલ્ટર હોમમાં લઈ જવો.

For more details… Contact 9322529232 / 9324483455
