અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વિના કબૂતરખાનાં બંધ કરવાનો નિર્ણય યોગ્ય નથી એમ જણાવી રાજ્ય સરકારે બીએમસીને કબૂતરો માટે ચણની નિયંત્રિત વ્યવસ્થા ગોઠવવા આદેશ આપ્યો છે. કબૂતરોને ચણ પર પ્રતિબંધ મુદ્દે બોમ્બે હાઈકોર્ટે આપેલા ચુકાદા સામે સરકાર જરુર પડે સુપ્રીમમાં અપીલ કરશે તેમ પણ જણાવાયું છે.
હાઈકોર્ટના ચુકાદા બાદ બીએમસીએ દાદરનાં કબૂતરખાનાને તાડપત્રીથી ઢાંકી દેતાં તથા શહેરભરમાં કબૂતરોને ચણ આપતા લોકોને દંડ ફટકારવાનું શરુ કરતાં જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા હતા. બીએમસીની કાર્યવાહીથી કબૂતરો ટપોટપ મરી રહ્યાં છે તેવી દલીલો સાથે રવિવારે જીવદયા પ્રેમીઓ તથા જૈન સમુદાયના લોકોએ મોરચો પણ યોજ્યો હતો.
બાદમાં આજે મુખ્યપ્રધાનના વડપણ હેઠળ મળેલી બેઠકમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ મુદ્દે જાહેર આરોગ્યનાં જતાન, પર્યાવરણની રક્ષા અને સાથે સાથે કબૂતરોના જીવ બચાવવવાના ત્રિવિધ મોરચે સુસંગત કામગીરી થવી જોઈએ. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વિના અચાનક જ કબૂતરોને ચણ પર પ્રતિબંધ મૂકી દેવાય કે કબૂતરખાનાં બંધ કરી દેવાય તે યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે કબૂતરોની વિષ્ટાને સાફ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી શકાય છે.

તેમણે કહ્યું હતું કે કબૂતરોને ક્યાં અને ક્યારે નિયંત્રિત રીતે ચણ આપવું તેની નીતિ બનાવવી જોઈએ. કબૂતરોના વિષ્ટાની અસરોનો વૈજ્ઞાાનિક અભ્યાસ થવો જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે આ બાબતે મેનકા ગાંધી સાથે પણ ચર્ચા કરી છે.
ગયા અઠવાડિયે બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે કબૂતરોના સમૂહને ચણ આપવાથી જાહેર સ્વચ્છતાના તથા જન આરોગ્યના પ્રશ્નો ઉભા થાય છે. કબૂતરોને ચણ આપતા લોકો સામે કાર્યવાહી માટે બીએમસીે આદેશ અપાયો હતો. અગાઉ અદાલતે હેરિટેજ કબૂતરખાના નહિ તોડવા જણાવ્યુ ંહતું પરંતુ સાથે સાથે ચણ માટે મંજૂરી આપી શકાય નહિ તેમ જણાવ્યું હતું.

For more details… Contact 9322529232 / 9324483455
