ગોલ્ડન એજ ગ્રુપનો બીજા વર્ષનો વાર્ષિક મહોત્સવ તા ૯ જાન્યુઆરી ૨૦૨૬ ને શુક્રવારના રોજ વિકાસ સેન્ટરના ધ ક્રાઉન બેન્કવેટ હોલમાં ખુબજ શાનદાર રીતે બધા મહાનુભાવો ઉપસ્થિત માં યોજવામાં આવ્યો. આમંત્રિત મહેમાનોમાં આર્ય નિવાસ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સંદિપભાઈ પોપટ તેમજ મિતાબેન, બિનાબેન પોપટ, અંકિતા ડેકોરેટેરના શ્રી જીતુભાઈ રાયકુંડ લિયા, મુલુંડ વેસ્ટ પોલિસ સ્ટેશનના સિનિયર પી.આઈ. શ્રી અજય જોશી, સુપ્રિમ કોર્ટના એડવોકેટ શ્રી વિશાલ સક્સેના અને તેમના ધર્મપત્ની તેમજ રોટેરિયન સ્મિતા સક્સેના, ગાયક નિર્મલભાઈ ઠક્કર, હિરાલાલભાઈ મૃગ, લાલજી સર, ગુર્જરભુમિના વૈશાલીબેન ઠક્કર, જસ્મિનાબેન શાહ, બિપિનભાઈ પાંચાલ વગેરે મહાનુભાવોએ આવીને કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમના આયોજન માટે હિનાબેન ઠક્કરને બોલાવ્યા હતા.





શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી. ગ્રુપના મેમ્બરોએ પોતાના સુંદર પરફોર્મન્સ જેમકે ગણેશ વંદના, શ્રી કૃષ્ણને લગતા ડાન્સ, મિમિક્રી, ગરબા, નાટક તેમજ કરાઓકે ગીતો ગાઈને ખુબજ સુંદર મનોરંજન પુરું પાડયું હતું. વચ્ચે વચ્ચે હિના બેન અલગ અલગ રમતો રમાડી રહ્યા હતા અને જીતનારને ઈનામો પણ આપવામાં આવ્યા હતા. સાથે સાથે મિતાબેનનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો હતો. વિશેષમાં ગોલ્ડન એજ ગ્રુપ નું નવું નજરાણું ગોલ્ડન હાઉઝી ગ્રુપ જાહેર કરવામાં આવ્યું. બધા મહેમાનોને નાના સરસ મજાના છોડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં સહભાગી મેમ્બરોને પણ ભેટ આપવામાં આવી અને છેલ્લે ડિનર અને આઇસ્ક્રીમ સાથે પ્રોગ્રામની પુર્ણાહુતી કરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં કોરિયોગાફર શિલ્પાબેન સહાનીએ ખુબ મહેનત કરી હતી અને હિનાબેન ઠક્કરે એમની મીઠી મધુર વાણી અને રમત રમાડીને બધાના દિલ જીતી લીધા હતા.



આખા વર્ષ દરમિયાન ગ્રુપને સગવડતા આપવામાં માટે સંદિપભાઈ પોપટ તેમજ તેમના સ્ટાફનો અને જીતુભાઈ રાયકુંડલિયાનો ગ્રુપ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગોલ્ડન હાઉઝી ગ્રુપ વિશે જણાવતા ગોલ્ડન અગે ગ્રુપના મીનાબેન પોપટે જણાવ્યું હતું કે ગોલ્ડન હાઉસી ગ્રુપની વાર્ષિક ફી રૂ ૧૮૫૦/- તા ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં જે મેમ્બર થશે તેમના માટે રાખવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનાથી રૂ ૨૨૦૦/-ફી રહેશે. વર્ષના ૮ પ્રોગ્રામ સાંજે ૪ થી ૬ દરમ્યાન વિકાસ સેન્ટર આર્ય નિવાસ ટ્રસ્ટ હોલમાં યોજવામાં આવશે. હાઉઝી સાથે નાસ્તાની વ્યવસ્થા પણ રહેશે. આ ગ્રુપમાં મેમ્બરની કોઈ વયમર્યાદા રાખવામાં નથી આવી. પહેલો પ્રોગ્રામ તા ૨૦ માર્ચ ૨૦૨૬, ગુડિપડવાના દિવસે રાખવામાં આવ્યો છે. ૧૫૦ મેમ્બરો પછી એન્ટ્રી બંધ કરવામાં આવશે.


Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
