થાણે જિલ્લામાં રસ્તા પરના કૂતરા કરડવાના એક દુખદ બનાવમાં છ વર્ષની બાળકીનું એક મહિના કરતાં વધુ સમય પછી મોત થયું છે, એવી માહિતી બુધવારે મહાપાલિકા અધિકારીએ આપી. બાળકીના પરિવારજનોએ જણાવ્યું કે, સમયસર તમામ સારવાર, જેમાં એન્ટી-રેબીઝ ઇન્જેક્શનનો સમાવેશ થાય છે, આપવામાં આવી હતી, અને શરૂઆતમાં તેની તબિયત સારી હોવાથી પરિવારજનોએ તેનો જન્મદિવસ પણ ઊજવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, નિશા શિંદે નામની બાળકી 17 નવેમ્બરે દિવા વિસ્તારમાં પોતાના ઘરની બહાર રમતી હતી ત્યારે એક રસ્તા પરના કૂતરાએ તેના ખભા અને ગાલ પર બચકું ભર્યું હતું. ઘટના બાદ તેને પહેલાં સ્થાનિક ડૉક્ટર પાસે લઈ જવાઈ હતી અને ત્યાર બાદ કલ્યાણ- ડોમ્બિવલી મહાપાલિકા (કેડીએમસી) દ્વારા સંચાલિત શાસ્ત્રીનગર હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.

આ મામલે કેડીએમસીની તબીબી આરોગ્ય અધિકારી ડો. દીપા શુકલાએ જણાવ્યું કે, બાળકીની સારવાર દરમિયાન તમામ નિર્ધારિત તબીબી પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવ્યું હતું.બાળકીની માતા સુષ્મા શિંદે મુજબ, નિશાને નક્કી કરેલી તબીબી માર્ગદર્શિકા અનુસાર તમામ ફરજિયાત એન્ટી- રેબીઝ ઇન્જેક્શન સમયસર આપવામાં આવ્યા હતા. સારવાર બાદ નિશાની તબિયત સામાન્ય જણાતી હતી અને તેણે 3 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ પણ ઊજવ્યો હતો. પરંતુ 16 ડિસેમ્બરે, એન્ટી-રેબીઝ રસીની અંતિમ ડોઝ લીધાના એક દિવસ પછી, નિશાને તીવ્ર તાવ અને માથાનો દુખાવો શરૂ થયો. માતાના જણાવ્યા અનુસાર તેના વર્તનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો, તે પથારી પર માથું અથડાવતી અને નજીક રહેલાઓને ખંજવાળતી હતી. ત્યારબાદ તેને ફરી કેડીએમસીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને વધુ સારવાર માટે મુંબઈની એક નાગરિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ તેનું જીવન બચાવી શકાયું નહોતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
