ઘાટકોપર વેસ્ટ બર્વેનગર ભટવાડી વિસ્તારમાં આવેલ શ્રી જલારામ મંદિરમાં પવિત્ર ચૈત્ર નવરાત્રી નિમિત્તે નવ દિવસ રોજ સવારના 8.00 વાગે શ્રી જલારામબાપા ની સાથે માં ગાયત્રીની દિવ્યતમ આરતી સ્તુતિ પાઠ કરવામાં આવશે. બપોરના 3.30 કલાકે શ્રી જલારામ મહિલા મંડળ-ભટવાડીના સથવારે વિવિધ અવનવા મહિલા મંડળો દ્વારા શ્રી ગાયત્રી પાઠ ભજન કીર્તન અને રાસ ગરબાની સુંદર રમઝટ જામશે. સાંજે 7.30 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશે.

રવિવાર 30-3-25 ચૈત્ર સુદ એકમ શ્રી દરિયાલાલ જન્મ જયંતી ઉત્સવ અતિ ઉત્સાહથી ઉજવવામાં આવશે. આ શુભ અવસરે સવારના 8.00 કલાકે શ્રી જલારામબાપા શ્રી દરિયાલાલ દેવ અને શ્રી ગાયત્રી માં ની દિવ્યતમ આરતી સ્તુતિ પાઠ કરવામાં આવશે. સવારના 11.00 કલાકે અ.સૌ. ચેતનાબેન રસિકલાલ ઠક્કર અને શ્રી નગીનદાસ ભગવાનદાસ ઠક્કર ઘાટકોપરવાળાના શુભ હસ્તે શ્રી દરિયાલાલ દેવની તેમજ ધજાની પૂજા કરવામાં આવશે. ત્યાર પછી મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવશે તેમજ શ્રી દરિયાલાલ દેવની આરતી સ્તુતિ ચાલીસા પાઠ કરવામાં આવશે.
બપોરના 3.30 કલાકે મહિલા મંડળો દ્વારા શ્રી ગાયત્રી પાઠ અને ભજન કીર્તન સાંજના 7 કલાકે સંધ્યા આરતી અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. મંગળવાર તારીખ 1-4-25 ચૈત્ર સુદ 4 સદગુરુ શ્રી વાલરામજી મહારાજ જયંતિ નિમિત્તે સવારના 8 કલાકે દિવ્યતમ આરતી સ્તુતિ પાઠ, બપોરના 3.30 કલાકે મહિલા મંડળો દ્વારા શ્રી ગાયત્રી પાઠ ભજન કીર્તન સંધ્યાપાઠ અને શ્રી વાલરામ ચાલીસા પાઠ સાંજના 7 કલાકે સંધ્યા આરતી અને ત્યાર પછી મહાપ્રસાદનો અવશ્ય લાભ લેવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
