મુલુંડ (વે)માં બી.આર. રોડ સ્થિત મનિષા હાઈટ્સની પાછળ _ પાઈપલાઈન વિસ્તારમાં રહેતાં મચ્છી વિક્રેતા મનિષા કોળી ૨૬ નવેમ્બરના ઘરમાં કોઈ ન હોવાથી ઘર વ્યવસ્થિત લોક કરીને મુલુન્ડ સ્ટેશન પર શાકભાજી લેવા ગયા હતા. લગભગ બપોરે પોણા બે વાગ્યાની આસપાસ તેઓ પરત ફરતાં દરવાજાનું લોક ખૂલેલું જણાયું હતું.

મનિષાએ ઘરમાં પ્રવેશ કરીને જોતાં તમામ સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો અને તેમણે ઘરમાં તપાસણી કરતાં કુલ રૂા.૪.૪૭ લાખનો સામાન ચોરી થયો હોવાનું જાણવા મળ્યું હતું જેને પગલે મનિષાએ અજાણ્યા ચોરટા વિરૂદ્ધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં રૂા.૪.૪૭ લાખના સામાનની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
