
કોલાબા-બાન્દરા-સીપ્ઝ અંડરગ્રાઉન્ડ મેટ્રો-3 રૂટ પરના બીકેસી-કોલાબા તબક્કાના રૂટનું 93.1 ટકા કામ પૂરું થયું છે. આ તબક્કામાં બીકેસી-આચાર્ય અત્રે ચોક, વરલી તબક્કો 2એ માર્ચના અંત સુધી શરૂ કરવાનું મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનનું નિયોજન છે. એ અનુસાર તબક્કા 2એના કામને ઝડપી કરવામાં આવી રહ્યા છે. એના સ્ટેશનોનું 98.9 ટકા કામ પૂરું થયું છે. ટૂંક સમયમાં તબક્કા 2એના સ્ટ્રકચર અને સિસ્ટમનું કામ પૂરું કરીને એ શરૂ કરવાની દષ્ટિએ સુરક્ષા પ્રમાણપત્ર મેળવવા સંબંધી કાર્યવાહી કરવામાં આવશે.
મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોનું કામ એમએમઆરસી કરે છે. 33.5 કિલોમીટરના આ અંડરગ્રાઉન્ડ રૂટ પર આરેથી બીકેસીનો અંદાજે 12 કિલોમીટરનો તબક્કો ઓક્ટોબર 2024માં શરૂ કરવામાં આવ્યો. આ રૂટને હજી પ્રવાસીઓનો જોઈએ એવો પ્રતિસાદ મળતો નથી.

જો કે આરેથી કોલાબા સંપૂર્ણ રૂટ શરૂ થયા પછી પ્રતિસાદ વધશે. તેથી હવે બીકેસીથી કોલાબા તબક્કાના કામને ઝડપી બનાવી શક્ય એટલા વહેલાસર સંપૂર્ણ આરે-કોલાબા મેટ્રો-3 રૂટના સંચાલનનું નિયોજન છે. રાજ્ય સરકારે બીકેસી-આચાર્ય અત્રે ચોક, વરલીનો તબક્કો 100 દિવસમાં શરૂ કરો એવો નિર્દેશ થોડા દિવસ પહેલાં એમએમઆરસીને આપ્યો હતો.
બીકેસીથી કોલાબા રૂટનું કુલ 93.1 ટકા કામ પૂરું થયું છે. બીકેસીથી કોલાબા રૂટમાં બીકેસી-વરલી તબક્કો 2એ રૂટના સ્ટેશનનું 98.9 ટકા કામ પૂરું થયું છે. બીકેસીથી વરલી તબક્કા 2એના સિસ્ટમના કામને ઝડપી કરવામાં આવ્યું છે. એ અનુસાર સિસ્ટમનું 85.8 ટકા કામ પૂરું થયું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
