ફિલ્મ પ્રોડક્શન કંપનીના ચેરમેને મહિલા ડાયરેક્ટર પર છેલ્લા બે વર્ષોમાં વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો અને ધમકી આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મ પ્રોડકશન કંપનીની દિગ્દર્શક ૨૮ વર્ષીય ફરિયાદીએ જણાવ્યું હતું કે આરોપીએ વ્યાવસાયિક મીટિંગના બહાને તેનું જાતીય છેલ્લા બે વર્ષથી વારંવાર જાતીય શોષણ કર્યુ ંહતું અને તેને ગેંગરેપની ધમકી પણ આપી હતી.
આ બાદ ફરિયાદીએ આરોપીને લગ્ન અંગે પૂછતા તે ગુસ્સે થયો હતો અને માર માર્યો હતો. આ ઘટના બાદ પીડીતાએ પોતાની ફરિયાદ સાથે ગૃહ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો. તો ગયા મહિને અંબોલી પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી અને રવિવારે ફિલ્મ પ્રોડક્શન કંપનીના માલિક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪ (બળાત્કાર), ૭૨ (૨) (જાતીય સતામણી), ૭૯(મહિલાનું અપમાન), ૧૧૫ (૨) (સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવું) સહિત અન્ય કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
