મુલુંડ (વે.)માં અમરનગર રોડ વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષીય રાધેશ્યામ યાદવ ૯ ફેબ્રુ.ના સવારે મોબાઈલમાં પોકેટ એફએમએપ પરથી ગીતો સાંભળી રહ્યાં હતા ત્યારે અચાનક જ એપ બંધ થઈ જતા તેમણે ફરિયાદ કરવા ગૂગલ પરથી પોકેટ એફએમનો કસ્ટમર કેર શોધીને ફોન કરતા સામેની વ્યક્તિએ તે કસ્ટમર કેરનો અધિકારી હોવાનું અને તેનો સહકર્મી યાદવને ફોન કરશે એવું જણાવ્યું હતું.

થોડા સમયમાં જ યાદવને એક વોટ્સએપ કોલ આવ્યો અને ફોન કરનારે તેને કસ્ટમર સપોર્ટ apk નામની ફાઈલ મોકલી યાદવે તે લિંક પર ક્લિક કર્યું અને થોડીવારમાં જ તેના બેંક ખાતામાંથી રૂા.૧.૧૫ લાખ ઉપાડવામાં આવ્યા હોવાનો મેસેજ મળતા યાદવને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અંદાજો આવી જતા તેણે સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ અને મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
