મુંબઈ પોલીસે ઈ-કોમર્સ કંપની સાથે રૂપિયા 34 લાખથી વધુની છેતરપિંડી કરવાનો કેસ ઉકેલી દીધો છે. જેમાં પોલીસે આ કેસમાં આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગના સભ્યો માલ સામાનના પાર્સલના સ્ટીકર બદલીને છેતરપિંડી કરતા હતા.
આ સમગ્ર છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી અંગે પોલીસે જણાવ્યું હતું કે આ આરોપીઓ ઈ-કોમર્સ કંપનીની વેબસાઇટ પરથી એક સમયે એક મોંઘી અને બે સસ્તી ઇલેક્ટ્રોનિક અથવા ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટનો ઓર્ડર આપતા હતા. જેમાં આપેલા સરનામે ઓર્ડર સ્વીકારવાને બદલે તેઓ ડિલિવરી બોય સાથે કાવતરું કરીને તેને વચ્ચેથી જ મેળવી લેતા હતા.
પાર્સલમાંથી સ્ટીકરો કાઢી નાખતા હતા

તેમજ ડિલિવરી સ્વીકાર્યા બાદ તેઓ પાર્સલમાંથી સ્ટીકરો કાઢી નાખતા હતા. તેઓ મોંઘી વસ્તુઓ પર ઓછી કિંમતના ઉત્પાદનના સ્ટીકરો અને સસ્તા માલ પર ઊંચી કિંમતના ઉત્પાદનના સ્ટીકરો ચોંટાડતા હતા. ત્યારબાદ તેઓ સસ્તા ઉત્પાદનોને મોંઘી વસ્તુઓ તરીકે ઈ-કોમર્સ કંપનીને પરત કરતા હતા અને મોંઘા માલને પોતાની પાસે રાખતા હતા.
પોલીસે આ અંગે વોચ ગોઠવી હતી
આ અંગે પોલીસ નિરીક્ષક લક્ષ્મીકાંત સાલુંખેએ જણાવ્યું હતું કે, આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને ગેંગે ઈ-કોમર્સ કંપનીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેમજ જયારે પોલીસે આ અંગે વોચ ગોઠવી હતી. તેમજ આરોપીઓ જયારે
ઓર્ડરની ડિલિવરી સ્વીકારવા માટે મુંબઈના બોરીવલી આવ્યા હતા. ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
