ડોમ્બિવલી રેલવે સ્ટેશન જે સૌથી વધુ પ્રવાસીઓથી ધમધમતું રહે છે, ત્યાં પ્લેટફોર્મ નંબર ચાર પર કલ્યાણ તરફ છેલ્લાં ચાર વર્ષથી પંખા અને ઇન્ડિકેટર (સૂચક) ન હોવાને કારણે મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે. રેલવે પ્રવાસી સંગઠનો અને મુસાફરોએ સમયાંતરે વરિષ્ઠ રેલવે અને સ્થાનિક અધિકારીઓને આ અસુવિધા અંગે ફરિયાદ કરી છે, પરંતુ તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.
પંદર અને બાર ડબ્બાની લોકલ ટ્રેન ઊભી રહે તે માટે મધ્ય રેલવેના તમામ રેલવે સ્ટેશનો પરના પ્લેટફોર્મનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તરણ દરમિયાન ડોંબિવલી રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. કલ્યાણ બાજુના પ્લેટફોર્મનું વિસ્તરણ કરવામાં આવ્યા બાદ આ વિસ્તૃત ભાગમાં ૧૨ અને ૧૫ ડબ્બાવાળી લોકલ ટ્રેનો ઊભી રહેવા લાગી છે. પ્લેટફોર્મના આ વિસ્તૃત ભાગમાં છેલ્લા ચાર વર્ષથી પંખા અને ઈન્ડિકેટર નથી, જેના કારણે મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડે છે.

પ્લેટફોર્મ નંબર ચાર પર દિવા બાજુ તરફ ઇન્ડિકેટર અને પંખા છે. કલ્યાણ બાજુ તરફના વિસ્તૃત વિસ્તારમાં આ સુવિધા આપવામાં આવી નથી. તેથી રેલવે પ્રશાસને વિસ્તૃત પ્લેટફોર્મના ભાગ પર પંખા અને ઇન્ડિકેટર લગાવવા માટે પહેલ કરવી જોઈએ, એવી મુસાફરો દ્વારા માગ કરવામાં આવી રહી છે.

For more details… Contact 9322529232 / 9324483455
