દેશના સૌથી મોટા પ્રસ્તાવિત વાઢવણ બંદર નજીક વિકાસની તક ધ્યાનમાં લેતા વાઢવણ વિકાસ કેન્દ્ર અંતર્ગત ચોથું મુંબઈ વસાવવામાં આવશે. એના માટે વાઢવણ વિકાસ કેન્દ્રનો એરિયા 33.88 સ્કવેર મીટરથી વધારીને 512 સ્કવેર મીટર કરવાના મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળના પ્રસ્તાવને રાજ્ય સરકારે માન્યતા આપી છે. કોકણના વિકાસ કેન્દ્રની (ગ્રોથ સેંટર) સંખ્યા 13થી વધારીને 19 કરીને વિકાસ કેન્દ્રના એરિયા 449.93 સ્કવેર મીટરના બદલે 2985 સ્કવેર મીટર કરવા સંબંધી અધિસૂચના રાજ્ય સરકારના નગરવિકાસ વિભાગે જારી કરી હતી.
આ અધિસૂચના અનુસાર વાઢવણ વિકાસ કેન્દ્રના ગામની સંખ્યા 11થી વધારીને 96 કરવામાં આવી છે. એ મુજબ વાઢવણ વિકાસ કેન્દ્રનો એરિયા 33.88 સ્કવેર કિમી પરથી વધારીને 512 સ્કવેર મીટર થઈ છે. તેથી હવે દહાણુના 93 અને તલાસરીના 3 એમ કુલ 96 ગામનો વિકાસ ચોથા મુંબઈ તરીકે કરવામાં આવશે. આ 96 ગામના વિકાસ માટે એમએસઆરડીસીની વિશેષ નિયોજન પ્રાધિકરણ તરીકે નિયુક્તી પણ કરવામાં આવી છે. કોકણ એક્સપ્રેસ હાઈવે અને રેવસથી રેડી કોસ્ટલ રોડ નજીક 13 વિકાસ કેન્દ્ર વિકસિત કરવા રાજ્ય સરકારે એમએસઆરડીસીની વિશેષ નિયોજન પ્રાધિકરણ તરીકે નિયુક્તી કરી હતી. આ 13 વિકાસ કેન્દ્રમાં વાઢવણ વિકાસ કેન્દ્રનો સમાવેશ છે.

દરમિયાન આ બંને હાઈવેના લીધે અને દેશના સૌથી મોટા વાઢવણ બંદરના લીધે નિર્માણ થનારા વિકાસની તક ધ્યાનમાં લઈને એમએસઆરડીસીએ વિકાસ કેન્દ્રની, એના એરિયાની, ગામની વધારો કરવાની માગણી એક પ્રસ્તાવ દ્વારા કરી હતી. આ જ પ્રસ્તાવમાં વાઢવણ વિકાસ કેન્દ્રનો એરિયા, એના ગામની સંખ્યા વધારીને વાઢવણ વિકાસ કેન્દ્રના માધ્યમથી વાઢવણ પોર્ટ સિટી અર્થાત ચોથુ મુંબઈ વસાવવાની દષ્ટિએ એમએસઆરડીસીની વિશેષ નિયોજન પ્રાધિકરણ તરીકે નિયુક્તી કરવાની માગણી કરી હતી.
નામમાં પણ ફેરફાર : આખરે રાજ્ય સરકારે આ પ્રસ્તાવ માન્ય કરીને એ સંબંધી અધિસૂચના જારી કરી હતી. આ અધિસૂચના અનુસાર હવે કોકણમાં 13ના બદલે 19 વિકાસ કેન્દ્ર વિકસિત થશે. આ વિકાસ કેન્દ્રોના ગામની સંખ્યા 105થી વધારીને 699 કરવામાં આવી છે. વિકાસ કેન્દ્રનો એરિયા 449.93 સ્કવેર કિમીના બદલે 2985 સ્કવેર કિમી કરવામાં આવ્યો છે. વિકાસ કેન્દ્રના નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. દરમિયાન આ વધારેલા એરિયામાંથી 512 સ્કવેર કિમી એરિયા વાઢવણ વિકાસ કેન્દ્ર માટે હશે.

પોર્ટ સિટી વસાવવામાં આવશે : ગામની સંખ્યા 11થી વધારીને 96 થઈ છે અને એરિયા 33.88 સ્કવેર મીટરથી વધારીને 512 સ્કવેર મીટર થયાની માહિતી એમએસઆરડીસીના વરિષ્ઠ અધિકારીએ આપી હતી. એરિયા, ગામની સંખ્યા વધવાથી હવે વાઢવણ વિકાસ કેન્દ્ર અંતર્ગત વાઢવણ બંદર નજીક આંતરરાષ્ટ્રીય દરજ્જાનું નવું શહેર અર્થાત પોર્ટ સિટી વસાવવામાં આવશે એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું. વાઢવણ બંદરના લીધે પાલઘર, વાઢવણમાં વિકાસની ઘણી તક નિર્માણ થશે. બંદર માટે જરૂરી તમામ પાયાભૂત સુવિધાઓ ત્યાં વિકસિત કરવી જરૂરી રહેશે. તેથી ચોથા મુંબઈના વિકાસ માટે, વાઢવણ વિકાસ કેન્દ્ર માટે 33.88 સ્કવેર મીટર એરિયા ઓછો પડતો હોવાનો મુદ્દો ઉપસ્થિત કરીને એમએસઆરડીસીએ વાઢવણ વિકાસ કેન્દ્રના એરિયા અને ગામની સંખ્યા વધારવાની માગણી કરી હતી. આ માગણી માન્ય થવાથી ચોથા મુંબઈના વિકાસનો માર્ગ હવે ખુલ્યો છે.
96 ગામની 512 સ્કવેર કિમી એરિયાના વિકાસ માટે એમએસઆરડીસીની વિશેષ નિયોજન પ્રાધિકરણ તરીકે નિયુક્તી કરવામાં આવી છે. હવે વાઢવણ વિકાસ કેન્દ્રની વિકાસ યોજના તૈયાર કરવાના, ચોથા મુંબઈની રૂપરેખા તૈયાર કરવાના કામની શરૂઆત એમએસઆરડીસી કરશે. અધિસૂચિત એરિયાનું સર્વેક્ષણ અને અન્ય પ્રકારના અભ્યાસની શરૂઆત કરવામાં આવશે. દરમિયાન વાઢવણ બંદર આંતરરાષ્ટ્રીય દરજ્જાના બંદર તરીકે પ્રસ્તાવિત હોવાથી એ મુજબ રસ્તાનું નિયોજન, પરિવહન, ઉદ્યોગ, કન્ટેનર ડેપો, લોજિસ્ટિક પાર્ક ઉદ્યોગનું નિયોજન વગેરેની વિકાસ રૂપરેખા તૈયાર કરવી જરૂરી છે. એ અનુસાર એમએસઆરડીસી તરફથી આંતરરાષ્ટ્રીય દરજ્જાની તમામ સુવિધાઓનો વિકાસ કરવાની દષ્ટિએ નિયોજનબદ્ધ વિકાસ રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

