BMCના T વૉર્ડના પેસ્ટ કન્ટ્રોલ વિભાગે મુલુંડના કેટલાક વિસ્તારોમાં મચ્છરોની સંખ્યામાં વધારો થયો હોવાથી કામગીરી શરૂ કરી છે. એ હેઠળ જુદા-જુદા પરિસરમાં રહેલી પાણીની ટાંકીઓને મચ્છરમુક્ત કરવાની કાર્યવાહી કરવા માટે ફૉગિંગ કરવામાં આવ્યું હતું તેમ જ મુલુંડની હાઉસિંગ સોસાયટીઓને એમના પરિસરને મચ્છરમુક્ત રાખવા માટે યોગ્ય પગલાં લેવાની સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં, મકાનો અને કમર્શિયલ કોમ્પ્લેક્સમાં મચ્છરો અંગે બેદરકારી રાખનારને આવતા સમયમાં નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી.

T વૉર્ડના પેસ્ટ કન્ટ્રોલ વિભાગના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘મચ્છરોની સંખ્યામાં વધારો થતાં મચ્છરના ઉપદ્રવને રોકવા સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. એ અંતર્ગત મુલુંડ-ઈસ્ટ અને વેસ્ટની ૮૦ કરતાં વધારે સોસાયટીઓ અને જાહેર વિસ્તારોમાં તપાસ કરીને ફૉગિંગ કરવામાં આવ્યું હતું તેમ જ મલેરિયા અને ડેન્ગીના મચ્છરોના નાશ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મકાનો અને કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં ચેકિંગ કરીને મચ્છરોની ઉત્પત્તિ વિશે બેદરકારી બતાવવા બદલ યોગ્ય સૂચના આપવામાં આવી રહી છે. એ સૂચનાનું સંબંધિત સંસ્થાએ પાલન કરવાનું રહેશે. જો એ નહીં કરવામાં આવે તો આવતા વખતમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી છે.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
