મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચાર અલગ અલગ કેસમાં રૂ. 23.27 કરોડના ડ્રગ્સ સાથે પાંચ તસ્કરની ધરપકડ કરવામાં આવી છે. આ કામગીરી કસ્ટમ્સની વિવિધ એજન્સીઓ દ્વારા પાર પાડવામાં આવી હતી.શનિવારે મુંબઈ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ, મુંબઈ દ્વારા 19 જૂને સિયેરા લિયોનીથી આવેલા વિદેશીની શંકા પરથી પૂછપરછ કરતાં તેણે ડ્રગ્સ ભરેલી કેપ્સ્યુલો પેટમાં લાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ પછી તેને સર જેજે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં છેલ્લા થોડા દિવસમાં તેણે શૌચ વાટે 67 કેપ્સ્યુલો કાઢી હતી, જેમાંથી રૂ. 11.39 કરોડનું કોકેઈન નામે 1139 ડ્રગ્સ મળી આવ્યું હતું.

આ જ રીતે શનિવારે મધરાત્રે થાઈ એરવેઝની ફ્લાઈટ ટીજી-317માં બેન્ગકોકથી આવેલા ધુળેના રહેવાસી નબીલ અહમદ મહંમદ અકબર અન્સારીની શંકા પરથી કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટે (એઆઈયુ) તલાશી લેતાં ટ્રોલી બેગમાં કપડાં અને તકિયાના કવરમાંથી બાર વેક્યુમ સીલ્ડ પેકેટ મળી આવ્યા હતા, જેમાંથી 5989 ગ્રામ હાઈડ્રોપોનિક વીડ (મારિજુઆના) મળી આવ્યું હતું, જેનું મૂલ્ય રૂ. 5.99 કરોડ થાય છે.
આ જ ફ્લાઈટમાંથી આવેલા મુંબઈમાં ટ્રોમ્બે ચીતા કેમ્પના રહેવાસી ઈક્રામા હમીદ હુસૈન અન્સારી પાસે પણ તકિયાના કવરમાંથી 12 વેક્યુમ સીલ્ડ પેકેટ્સ મળી આવ્યા હતા, જેમાં 5892 ગ્રામ હાઈડ્રોપોનિક વીડ (મારિજુઆના) મળી આવ્યું હતું, જેનું મૂલ્ય આશરે રૂ. 5.89 કરોડ થાય છે. આ સર્વ કિસ્સામાં મોટી સિંડિકેટનો હાથ હોવાની માહિતી એજન્સીઓને મળી છે, જેને આધારે વધુ તપાસ ચાલી રહી છે.

મળી આવ્યું હતું, જેનું મૂલ્ય આશરે રૂ. 5.89 કરોડ થાય છે. આ સર્વ કિસ્સામાં મોટી સિંડિકેટનો હાથ હોવાની માહિતી એજન્સીઓને મળી છે, જેને આધારે વધુ તપાસ ચાલી રહી છે.
