નવા વર્ષમાં મુંબઈગરા માટે રાહતના સમાચાર છે. આ વર્ષમાં મુંબઈગરાની સેવામાં ત્રણ મેટ્રો રૂટના પહેલા તબક્કાની શરૂઆત કરવામાં આવશે. એમાં એક રૂટ ઉત્તર મુંબઈને ભાઈંદર સાથે જોડશે, બીજો રૂટ થાણેના ઘોડબંદર રોડ પર દોડશે તો ત્રીજો રૂટ પૂર્વ મુંબઈમાં છે. મુંબઈમાં કુલ 17 મેટ્રો રૂટનું 350 કિલોમીટરનું જાળુ બિછાવવામાં આવશે.
એમાંથી લગભગ 70 કિમીના ચાર મેટ્રો રૂટ પ્રવાસીઓની સેવામાં ચાલુ છે. હવે 2026માં ત્રણ મેટ્રો રૂટના પહેલા તબક્કામાં લગભગ 22 કિમી સુધી મેટ્રો ટ્રેન શરૂ થશે.પશ્ચિમ મુંબઈને પૂર્વ કિનારાપટ્ટી સાથે જોડતો મેટ્રો-2બી રૂટ ઈએસઆઈસી નગરથી મંડાલા છે.
આ રૂટનો પહેલો તબક્કો મંડાલાથી ચેંબુર સુધી પાંચ સ્ટેશનનો છે. આ તબક્કો તૈયાર છે. જો કે વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થવાનું હોવાથી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યો નથી. આ રૂટ 2026માં શરૂ થશે.
મેટ્રો-2બીના પહેલા તબક્કામાં મંડાલા, માનખુર્દ, બીએસએનએલ (ગોવંડી), શિવાજી ચોક (ચેંબુર) અને ડાયમંડ ગાર્ડન એમ પાંચ સ્ટેશન છે.એલિવેટેડ મેટ્રો-9 રૂટ દહિસરથી નેતાજી સુભાષચંદ્ર બોઝ મેદાન (ભાઈંદર) સુધીનો છે. આ રૂટના ચાર સ્ટેશનના પહેલા તબક્કાની તૈયારી પૂરી થઈ છે.

વડાપ્રધાનના હસ્તે આ રૂટના પહેલા તબક્કાનું ઉદઘાટન થવાનું છે. આચારસંહિતા પૂરી થયા પછી 2026ની શરૂઆતમાં આ તબક્કો પ્રવાસીઓ માટે શરૂ થશે.
આ રૂટના પહેલા તબક્કામાં દહિસર પૂર્વ, પાંડુરંગવાડી, મિરાગાવ અને કાશીગાવ સ્ટેશનનો સમાવેશ છે..
થાણેને હજી થોડા મહિના પ્રતિક્ષા : ગાયમુખ-કાસારવડવલી-ઘાટકોપર-વડાલા મેટ્રો-4 અને મેટ્રો-4એ થાણે મેટ્રો તરીકે જાણીતી છે. 2025ના ડિસેમ્બરમાં આ મેટ્રો રૂટનો પહેલો તબક્કો શરૂ થવાનો હતો. પણ હજી થયો નથી.
ગાયમુખથી વિજયનગરી સુધી પાંચ સ્ટેશનમાં પરીક્ષણ કર્યા પછી આ રૂટનો પહેલો તબક્કો તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું. નિયોજન અનુસાર પહેલા તબક્કામાં ગાયમુખ-કાસારવડવલી-કેડબરી જંકશન એમ 10 સ્ટેશનનો સમાવેશ હતો. હવે આ રૂટ શરૂ થાય એવા ચિહ્ન છે. એના માટે 2026નું વર્ષ અડધુ પૂરું થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.
મેટ્રો-9ને સુરક્ષા પ્રમાણપત્ર : દહિસર-ભાઈંદર મેટ્રો-9 રૂટના દહિસરથી કાશીગાવ તબક્કાના સુરક્ષા તપાસની શરૂઆત મેટ્રો કમિશનર, મેટ્રો રેલવે સુરક્ષા, દિલ્હીએ કરી છે. સુરક્ષા પ્રમાણપત્ર મેળવીને મેટ્રો સંચાલનનો માર્ગ ખુલ્લો કરવાની આ છેલ્લી અને મહત્વની પ્રક્રિયા શરૂ થવાથી ટૂંક સમયમાં આ તબક્કાને સુરક્ષા પ્રમાણપત્ર મળશે.

એ પછી આ તબક્કો પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. અત્યારે મહાપાલિકાની ચૂંટણીના લીધે આચારસંહિત લાગુ થયેલી છે. આચારસંહિતા પૂરી થયા પછી જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં દહિસરથી કાશીગાવ મેટ્રો દોડે એવી શક્યતા છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
