ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન યોજાશે, જ્યારે 23મીએ ચૂંટણીના પરિણામની જાહેરાત કરાશે. આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ને લઈ CEC બેઠકમાં ભાગ લેવા ભાજપ હેડક્વાર્ટર આવ્યા હતા. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, રાજનાથસિંહ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવી હતી. ટૂંક સમયમાં મહારાષ્ટ્ર ચૂંટણીને લઈ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર આવી શકે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us