
બોલીવૂડના ગાયક અને ગીતકાર યાસર દેસાઈ અને બે અન્યો વિરુદ્ધ મુંબઈ પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. બાંદરા વરલી સી-લિંકની પાળ પર ચઢીને જીવન જોખમી સ્ટંટ કરવા માટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમ પોલીસે બુધવારે જણાવ્યું હતું.
દેસાઈ અને સાથીદારો સી-લિંક પર ગયા હતા અને દેસાઈ જાન જોખમમાં મૂકીને પાળ પર ચઢતો હતો તે સમયે ત્યાંથી પસાર થતી એક કારમાંના પ્રવાસીએ તેનો વિડિયો ઉતારી લીધો હતો અને ત્યાર પછી આ વિડિયો સોશિયલ મિડિયા મંચો પર વ્યાપક રીતે વાઈરલ થયો હતો.

સ્ટંટ કર્યા પછી દેસાઈ અને તેના સાથીદાર તેમની કારમાં ત્યાંથી નીકળી ગયા હતા. દેસાઈ સ્ટંટ કરતો હતો ત્યારે ત્યાંથી પસાર થતી એક કારમાંથી પ્રવાસીએ વિડિયો ઉતાર્યો હતો. આ વિડિયો પછી મુંબઈ પોલીસને મોકલ્યો હતો. પોલીસે કારની નંબર પ્લેટને આધારે કાર શોધવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં એવું બહાર આવ્યું કે તે ગાયક દેસાઈ છે. બાંદરા પોલીસે મંગળવારે ગાયક અને તેના બે સાથી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 (જાહેર માર્ગમાં ખતરો અને અવરોધ ઊભો કરવો), (281 (બેદરકારીથી વાહન હંકારવું), 125 (અન્યોનો જીવ અને અંગત સુરક્ષાને ખતરામાં મૂકવા) અને 3 (5) (સમાન હેતુ) અને મોટર વેહિકલ્સ ધારાની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ હવે ત્રણેય વિરુદ્ધ કાયદેસર પગલાં લેશે.

For more details… Contact 9322529232 / 9324483455
