મુંબઈમાં છેલ્લા દસ વર્ષમાં રોકાણના નામ પર છેતરપિંડીના ગુનાઓમાં વધારો થયો છે. વિવિધ રોકાણ યોજના દ્વારા 51 લાખ રોકાણકારો સાથે 15 હજાર 500 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. તેથી રોકાણમાં છેતરપિંડી રોકવા માટે મુંબઈ પોલીસે ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટની સ્થાપના કરી છે. છેતરપિંડી થવા પહેલાં જ આર્થિક ગુના રોકવા માટે ગુપ્ત માહિતી ભેગી કરવાનું કામ આ યુનિટ દ્વારા કરવામાં આવશે. રાજ્યના દરેક જિલ્લામાં ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટની સ્થાપના કરવાનું નિયોજન છે એમ અધિકારીએ જણાવ્યું હતું.
ટોરેસ કંપનીએ હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરી હતી. મુંબઈ પોલીસ પાસે અત્યાર સુધી 14 હજાર કરતા વધુ છેતરાયેલા ફરિયાદી આવ્યા છે. મુંબઈમાં છેલ્લા દસ વર્ષમાં એમપીઆઈડી કાયદા અંતર્ગત 96 ગુનાની નોંધ થઈ છે. એમાં છેતરપિંડીના રકમ 15 હજાર 483 કરોડ રૂપિયા છે. આ તમામ ગુના પ્રકરણે મુંબઈ પોલીસ પાસે અત્યાર સુધી 51 લાખ 10 હજાર 793 ફરિયાદી આવ્યા છે. તેથી આવા ગુનાઓને સમયસર રોકવા માટે ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટની સ્થાપના કરવાનો આદેશ મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસળકરે આપ્યો હતો. એ અનુસાર આ યુનિટની સ્થાપના કરવામાં આવી છે. સીનિયર પીઆઈ દરજ્જાનો અધિકારી આ યુનિટનો પ્રમુખ, બે સહાયક પીઆઈ અથવા એઆઈ અને 8 પોલીસ અમલદાર આ યુનિટમાં છે.

પોતાના પરિમંડળમાં રોકાણ યોજનાની માહિતી દર મહિને સ્થાનિક ઉપાયુક્તને આપવાની સૂચના કરવામાં આવી છે. આર્થિક ગુના શાખા સ્થાનિક સ્તરે અથવા સોશિયલ મીડિયા દ્વારા આવી રોકાણ યોજનાઓની માહિતી લેશે. આ માહિતી નિયમિતપણે સહપોલીસ આયુક્ત (આર્થિક ગુના)ને આપવામાં આવશે.
પહેલાં પણ યુનિટ કાર્યરત હતું
આર્થિક ગુના શાખામાં આ પહેલાં પણ યુનિટ કાર્યરત હતું. એ સમયે એટીસી બિટકોઈનનું એક પ્રકરણ આ યુનિટ દ્વારા પ્રકાશમાં આવ્યું હતું. પણ એ પછી 2020માં આ યુનિટ પર ભ્રષ્ટાચારના આરોપ થયા હતા. એ પછી યુનિટ બરખાસ્ત કરવામાં આવ્યું. એમાંના અધિકારીઓની જનરલ ચિટીંગ યુનિટ-4માં બદલી કરવામાં આવી હતી. પછી સહપોલીસ આયુક્તની સીધી દેખરેખ હેઠળ માહિતી ભેગી કરવાનું કામ ચાલુ હતું. પણ છેતરપિંડીના વધતા પ્રકરણના કારણે એક સ્પેશિયલ યુનિટની જરૂર હતી. તેથી એની સ્થાપના કરવામાં આવી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
