મધ્ય રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને કુર્લા દરમિયાન પાંચમી અને છઠ્ઠી લાઇનનું કામ ચાલી રહ્યું છે. આ લાઇનને કરણે લોકલ સહિત માલગાડીઓને ફાયદો થશે. આ પ્રકલ્પ હેઠળ ચુનાભટ્ટીથી લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) સુધી હાર્બર માર્ગ પર લોકલ માટે એલિવેટેડ રેલવે લાઇન એટલે કે કુર્લા ફ્લાયઓવરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાનો દાવો મધ્ય રેલવે દ્વારા કરવામાં આવ્યો છે.
આ પુલને કારણે વધુ એક લાઇન ઉપલબ્ધ થશે અને લોકલની ભીડ આંશિક રીતે ઓછી થશે તથા અકસ્માતની ઘટનાઓમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. સીએસએમટી અને કુર્લા દરમિયાન પાંચમી અને છઠ્ઠી લાઇનના ૧૭.૫૦ કિલોમીટરના પ્રકલ્પના મહત્ત્વના ઘટક એવા કુર્લા એલિવેટેડ લાઇન માટે ફ્લાયઓવરનું બાંધકામ જાન્યુઆરી, ૨૦૨૪થી પૂરજોશમાં ચાલી રહ્યું છે, એમ મધ્ય રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું. પ્રસ્તાવિત પુલનો વિસ્તાર ૧૩૩૯ મીટર જેટલો છે જેમાં સીએસએમટી દિશા તરફથી ૪૧૩ મીટર રૅમ્પ, પનવેલના દિશા તરફ ૪૨૨ મીટર રૅમ્પ અને ૫૦૪ મીટર એટલો સપાટ ભાગ છે. આ ફલાયઓવર ઉપર જ કુર્લા સ્ટેશન હશે.

કુર્લા-પરેલ વિબાગ માટે આવશ્યક ૧.૦૧૩ હેક્ટર જગ્યામાંથી એમએમઆરડીએએ ૭૧ ૪ પ્રકલ્પગ્રસ્તો (પીએપી)નું સ્થળાંતર કર્યા બાદ મે, ૨૦૨૫ સુધી ૦.૫૮૪૭ હેક્ટર જગ્યા (અંદાજે ૬૦ ટકા) રેલવેના કબજામાં આવશે. તેમજ પહેલાથી ૦.૨૬૫ હેક્ટર જગ્યા રેલવેના કબજા હેઠળ છે. જગ્યા સંપાદિત કરવાનું કામ ચાલુ છે. રાહદારીઓ માટે સ્કાયવૉક પૂર્વ-પશ્ચિમ તરફ જનારા રાહદારીઓ માટે કુર્લા ખાતે ફૂટઓવર બ્રિજ (એફઓબી) પ્લેટફોર્મ ક્રમાંક સાત સુધી ઓછા કરવામાં આવશે. તેની જગ્યાએ ટિળકનગરના છેડા સુધી સ્ટેશનના તમામ એફઓબીને જોડનારો એક સ્કાય વૉક બનાવવામાં આવશે.
સાયન આરઓબીનું શું? રાહદારીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે સાયન રોડ ઓવર બ્રિજ (આરઓબી)નો પચાસ ટકા ભાગ પાડવાનું કામ થઇ ગયું છે. પાલિકા દ્વારા જૂન, ૨૦૨૬ સુધી કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
