કાશીમીરામાં સ્કૂલ બસ ડ્રાઈવરે તેની બસમાંથી પ્રવાસ કરતા 15 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરવાની ધમકી આપીને પરિવાર પાસેથી રૂ. 4 લાખની ખંડણી માગી હતી. પોલીસે બસ ડ્રાઈવરની ધરપકડ કરી છે.
બસ ડ્રાઈવર થાણે જિલ્લાના કાશીમીરામાં મોબાઈલ ફોન અને સિમ કાર્ડ દુકાન પણ ધરાવે છે. તેણે ઝડપથી પૈસા બનાવવા માટે વિદ્યાર્થીનું અપહરણ કરીને ખંડણી વસૂલ કરવાની યોજના બનાવી હતી, એમ ઝોન-1ના ડીસીપી રાહુલ ચવાણે જણાવ્યું હતું.કાશીમીરામાં રહેતી વિદ્યાર્થીની માતાને શનિવારે અજ્ઞાત મોબાઈલ નંબર પરથી ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો, જેમાં તે રૂ. 4 લાખ નહીં આપે તો તેના પુત્રનું અપહરણ કરશે એવી ધમકી આપી હતી.

માતાએ તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસે મેસેજનું પગેરું મેળવતાં તે સ્થાનિક મોબાઈલ ફોનની દુકાનનું હોવાનું જણાયું હતું.સ્કૂલ બસ ડ્રાઈવર મોબાઈલ અને સિમ કાર્ડની દુકાન ધરાવતો હોવાથી તેણે એક ગ્રાહકને નામે સિમ કાર્ડ મેળવી લીધું હતું અને તેમાં અસક્રિય કાર્ડ ગોઠવી દીધું હતું. આ પછી ડ્રાઈવરે સક્રિય સિમ કાર્ડ પરથી વિદ્યાર્થીના પરિવારને વ્હોટ્સએપ થકી મેસેજ મોકલ્યો હતો. વિદ્યાર્થીની માતાને ખંડણીનો મેસેજ મોકલવા માટે તેણે પોતાની પાસેનો વિદ્યાર્થીનો ફોટો પણ મોકલ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
