ગોરેગામમાં રામ મંદિર રોડથી ગોરેગામ પશ્ર્ચિમના રિલીફ રોડ સુધીના એસ.વી. રોડ પર બનેલા મૃણાલતાઈ ગોરે બ્રિજના ખર્ચમાં લગભગ ૪૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. અત્યાર સુધી આ વિસ્તારીત બ્રિજનો વધારો ખર્ચ ત્રણ વખત વધારવામાં આવ્યો છે. ૨૦૯ કરોડ પરથી આ પ્રોજેક્ટનો ખર્ચ ૨૪૯ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ બ્રિજનું કામ હવે પૂર્ણ થવાની તૈયારીમાં હોઈ લગભગ ૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધીમાં તેને વાહનવ્યહાર માટે ખુલ્લુ મૂકવાની યોજના છે.
પાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટ મારફત વિસ્તારીત બ્રિજનું કામ હાથમાં લેવામાં આવ્યું છે. આ બ્રિજના કામને ૨૦૧૮માં મજૂરી મળી હતી અને ૨૨ માર્ચ ૨૦૧૧માં કામની શરૂઆત થઈ હતી. આ પ્રોજેક્ટનો શરૂઆતમાં કૉન્ટ્રેક્ટનો ખર્ચ ૨૦૯ કરોડ રૂપિયા જેટલો તો પણ ચોમાસાના ચાર મહિના બાદ કરતા ૨૪ મહિનાના સમયગાળામાં કામ પૂર્ણ કરવાનું અપેક્ષિત હતું પણ કોરોનાને કારણે કામ થંભી ગયું હતું અને આગળ ૨૦૨૩માં વધારવાનો પ્રસ્તાવ રૂજ કરીને વિવિધ કર સહિત ૨૦૯ કરોડ પરથી ખર્ચ ૨૪૦ કરોડ રૂપિયા કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

પાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા મુજબ કામની પ્રત્યક્ષમાં શરૂઆત કર્યા બાદ અમુક ટેક્નિકલ અડચણ અને વધારાના કામની આવશ્યકતા નિર્માણ થઈ હતી. તેથી પ્રશાસકીય મંજૂરી લઈને કૉન્ટ્રેક્ટની રકમમાં સુધારો કરવામાં આવ્યો હોઈ કામનો સમયગાળો પણ વધારવામાં આવ્યો છે. હાલ આ પ્રોજેક્ટનું ૮૦ ટકા કામ પૂરું થયું છે અને ૩૦ એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાની યોજના છે.
મૃણાલ ગોરે ફ્લાયોવરનો મુખ્ય બ્રિજ ૨૦૧૬માં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હાલ આ બ્રિજની બંને બાજુએ લગભગ ૨૯૦ મીટર લંબાઈનો ‘આર્મ’ બ્રિજ ઊભો કરવાનું કામ શરૂ છે. તેથી પરિસરમાં ટ્રાફિકમાં વધુ રાહત મળશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
