ઉનાળામાં સરળતાથી મળતા ચીકુ ખાવાથી શરીરને કેલ્શિયમ, આયરન, ફાઈબર, પોટેશિયમ, ફોસ્ફોરસ અને એન્ટી ઓક્સીડન્ટ મળે છે. આ ઋતુમાં ચીકુ ખાવાથી કેવા ફાયદા થાય અને કોને ચીકૂ નુકસાન કરે આજે જાણીએ.
સ્વાદમાં મીઠું ચીકુ એવું ફળ છે જે સરળતાથી મળે છે અને આ ઋતુમાં ચીકુ ખાવાથી ફાયદા પણ થાય છે. તમારા શહેરમાં પણ આ સમયે જો ચીકુ મળતા હોય તો આજે જ ઘરે લાવી પરીવારમાં નાના-મોટા સૌ કોઈ સાથે મળી ખાજો. કારણ કે ચીકુ પોષકતત્વોનો ખજાનો હોય છે. સવારે ખાલી પેટ ચીકુ ખાવાથી સૌથી વધુ લાભ થાય છે.
ચીકુના પોષકતત્વો
ચીકુનું ફળ એન્ટી ઓક્સિડન્ટની સાથે પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયરન અને ફાઈબરથી ભરપુર હોય છે. સાથે જ ચીકુ શરીરને તુરંત એનર્જી આપનાર ફળ છે. ચીકુમાં નેચરલ ગ્લુકોઝ વધારે હોય છે ઉનાળા દરમિયાન ચીકુ ખાવાથી થાક તુરંત દૂર થાય છે અને શરીર એક્ટિવ રહે છે.

ચીકુ ખાવાથી થતા ફાયદા
સવારે ખાલી પેટ જો તમે ચીકુ ખાવ છો તો તેનાથી શરીરને અલગ અલગ ફાયદા થાય છે.. બ્લડ પ્રેશરથી લઈને પેટ સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવવામાં ચીકુ મદદ કરી શકે છે. જો કે ચીકુ સવારે ખાલી પેટ ખાવામાં આવે તો જ ફાયદો કરે છે એવું નથી જો સવારે ખાલી પેટ ખાઈ શકો તો ઉત્તમ અથવા તો દિવસ દરમિયાન કોઈપણ સમયે ચીકુ ખાઈ શકાય છે. ચીકુ ખાવાથી શરીરની નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થાય છે.
1. ચીકુમાં ફાઇબર સૌથી વધારે હોય છે તેને ખાવાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને પાચન ક્રિયા સરળતાથી થાય છે.
2. ચીકુમાં કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. ચીકુ ખાવાથી આપણા હાડકા મજબૂત થાય છે. બાળકોને ચીકુ ખાસ ખવડાવવા જોઈએ તેનાથી બાળકોનો ગ્રોથ સારી રીતે થાય છે.
3. એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર ચીકુ ખાવાથી શરીરની ઇમ્યુમ સિસ્ટમ મજબૂત બને છે.
4. જે લોકો વજન ઘટાડવા માંગતા હોય અને મેટાબોલિઝમ બુસ્ટ કરવા માંગતા હોય તેમણે રોજ બે ચીકુ ખાવા જોઈએ. બે ચીકુ ખાલી પેટ ખાઈ લેવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને વજન ઓછું કરવામાં મદદ મળે છે.
5. ચીકુ પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે સવારે ચીકુ ખાવાથી બ્લડ પ્રેશર મેનેજ કરવામાં મદદ મળે છે.
6. ચીકુનું ફળ વિટામીન, પ્રોટીન અને મિનરલ સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે આ ફળ ગર્ભવતી મહિલાઓ માટે પણ લાભકારી છે.

કોણે ચીકુ ન ખાવા ?
ચીકુ ખાવાથી થતા ફાયદા વિશે તો તમે જાણી લીધું. હવે એ પણ જાણી લો કે ચીકુ કોણ ખાય તો નુકસાન કરી શકે છે.
ડાયાબિટીસના દર્દી
જે લોકોને ડાયાબિટીસ હોય તેમને ચીકુ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે ચીકુમાં નેચરલ શુગરનું પ્રમાણ વધારે હોય છે ડાયાબિટીસના દર્દીઓ માટે ચીકુ હાનિકારક સાબિત થઈ શકે છે
પેટ સંબંધિત બીમારી
ફાઇબરથી ભરપૂર ચીકુ પાચનતંત્ર માટે લાભકારી છે પરંતુ જે લોકોને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તેમણે ચીકુ ખાવાનું ટાળવું જોઈએ. પેટની બીમારી હોય ત્યારે ચીકુ ખાવાથી પેટ ભારે થઈ જાય છે અને ગેસ બનવા લાગે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
