SRA યોજનામાં ઝૂપડાવાસીઓની પાત્રતા નિશ્ચિતી કરવા પ્રાધિકરણે વિકસિત કરેલી ઓટોમેટિક પ્રક્રિયા હવે તમામ સક્ષમ યંત્રણાઓએ વાપરવી ફરજિયાત કરવામાં આવ્યું છે. તેથી માનવી હસ્તક્ષેપ વિના પાત્રતા નિશ્ચિતી કરવામાં આવશે. આ બાબતે રાજ્ય સરકારે 18 માર્ચના આદેશ જારી કર્યો છે. આ નિર્ણયના કારણે હવે ઝૂપડાવાસીઓની પાત્રતા તરત નિશ્ચિત થશે એમ ઝૂપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. મહેન્દ્ર કલ્યાણકરે જણાવ્યું હતું. આ પ્રક્રિયાનો ઉપયોગ ન કરનારા સક્ષમ અધિકારી પર શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રક્રિયાનો ઉપયોગ ન કરતા સક્ષમ અધિકારી પાસેથી ખર્ચ પણ વસૂલ કરવામાં આવશે એમ આ આદેશમાં નોંધવામાં આવ્યું છે.
ઝૂપડાવાસીઓની પાત્રતા નિશ્ચિતી કરવા માટે મતદારયાદી, વીજ બિલ, આધારકાર્ડ વગેરેની જરૂર હતી. જો કે આ દસ્તાવેજો ઘણી વખત બનાવટી રજૂ કરીને એના દ્વારા પાત્રતા નિશ્ચિતી કરવામાં આવતી હતી. સક્ષમ અધિકારીની પાત્રતા નિશ્ચિતી કરવાનો દર પણ નક્કી હતો. આ દર આપતા પાત્રતા યાદીમાં વધારો થતો હતો.

પાત્રતા ઝટ અને પારદર્શક પદ્ધતિથી નિશ્ચિત થાય એ માટે તત્કાલીન મુખ્ય કાર્યકારી અધિકારી સતીશ લોખંડેએ પ્રયત્ન શરૂ કર્યા હતા. તેમના આ પ્રયત્નોને સફળતા મળતા એક ક્લિક પર ઝૂપડાવાસીઓની પાત્રતા નિશ્ચિતી થાય છે. એના માટે જરૂરી માહિતી હવે મતદારયાદી (ચૂંટણી પંચ), આધાર (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈંડિયા), વીજ બિલ (અદાણી ઈલેકટ્રીસિટી, એમએસઈબી, બેસ્ટ) તરફથી ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. તેથી હવે આ ડેટા ઉપલબ્ધ થવાથી ઝૂપડાવાસીઓની માહિતી માનવી હસ્તક્ષેપ વિના તપાસવી સહેલું થયું છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું. હવે સરકારે આ બાબતે આદેશ જારી કરીને તે ફરજિયાત કર્યું છે.
ફેરખરીદી ન થાય એ માટે ઝૂપડાવાસીઓને પુનર્વસનમાં ઘર મળ્યા પછી તે આ યોજનામાં ફરીથી ઘર ખરીદી શકતો નથી. પણ પુનર્વસનનું ઘર વિતરિત થયેલા ઝૂપડાવાસીને ફરીથી પુનર્વસન ઘર વિતરિત થયું છે કે નહીં એની તપાસ કરતી કોઈ પણ યંત્રણા પ્રાધિકરણ પાસે ઉપલબ્ધ નહોતી. આ બાબતે હાઈ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ઝૂપડપટ્ટી પુનર્વસન યોજનામાં ગેરકાયદે રહેનારા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર સંબંધિત કાયદામાં ન હોવાની બાબત પ્રકાશમાં આવ્યા પછી હાઈ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જો કે હવે પાત્રતા યાદી આધારકાર્ડ સાથે સંલગ્ન હોવાથી ઝૂપડપટ્ટી પુનર્વસન યોજનામાં એક વખત ઘર લીધું એ પછી ફરીથી લેવા પર પોતમેળે મર્યાદા આવશે એવો દાવો પણ અધિકારીએ કર્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
