અંધેરી પૂર્વ સ્થિત શ્રી નાગરદાસ ધારસી ભુતા હાઈસ્કૂલમાં 14 ઑગસ્ટ 2025ના રોજ શાળાના તમામ વિદ્યાર્થિઓએ મળીને કૃષ્ણ પૂજન અને દહીંહાંડીનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. આ પ્રસંગે શાળાની સાતમી ધોરણની વિદ્યાર્થીની કુમારી સાઈષ્કા ભોસલેએ શ્રીકૃષ્ણનું સુંદર સ્વરૂપ ધારણ કરી સૌનું ધ્યાન આકર્ષ્યું. અનેક વિદ્યાર્થીઓ કૃષ્ણ અને રાધાના વેશમાં આવ્યા હતા, જેને જોઈ એવું લાગતું હતું જાણે ગોકુલ નગરી ઉતરી આવી હોય.
તે ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણને પ્રેમ, શ્રદ્ધા અને આદર સાથે છપ્પન ભોગ અર્પણ કરાયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ મધુર સુગંધ અને પવિત્રતાથી પ્રફુલ્લિત બની ગયું હતું. નાનકડાં બાળકો મનમોહક રાધા-કૃષ્ણના શણગારિત વેશમાં સજીને કૃષ્ણ લીલા માં રંગાઈ ગયા હતા અને આનંદરસમાં તરબોળ થઈ ગયા હતા. મંદિર સમા સજાયેલા પ્રાંગણમાં ભક્તિ-સંગીત, નૃત્ય અને હર્ષોલ્લાસના સ્વર ગુંજાયા અને આજનો આ પાવન પર્વ સૌના હૃદયમાં અવિસ્મરણીય બની ગયો હતો. આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશ ભુતા સર, ટ્રસ્ટી શ્રીમતી દેવાંગીજી ભુતા મેડમ, ટ્રસ્ટી શુભેન્દુ ભુતા સર અને ટ્રસ્ટી તેજશ્રી ભુતા મેડમ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

શરૂઆત શ્રીકૃષ્ણની પૂજા અને આરતીથી થઈ. ત્યારબાદ વિદ્યાર્થિઓએ શ્રીકૃષ્ણના જીવન પર આધારિત નૃત્ય પ્રસ્તુત કર્યું. આ વર્ષે શાળાની નવમી ધોરણની વિદ્યાર્થીનીઓ સેજલ પાલવણકર, સિયા પાંડે, આર્યા યાદવ અને આમના શરિફે એક પછી એક સપાટી બનાવી દહીંહાંડીને સલામી આપી અને ત્યારબાદ દહીંહાંડી ફોડી.
ઉપસ્થિત લોકોએ શ્રીકૃષ્ણના નામનો જયઘોષ કરી અને તાળીઓના ગડગડાટથી તેમનો ઉત્સાહ વધાર્યો.તમામ વિદ્યાર્થિઓને દહીંહાંડીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો. ગોકુલ અષ્ટમીના અવસરે ભગવાન શ્રીકૃષ્ણના જીવન પર આધારિત ઘણી મહત્વપૂર્ણ વાર્તાઓ વિદ્યાર્થીઓને સંભળાવવામાં આવી. આ પ્રસંગે શાળાના એજ્યુકેશન ડિરેક્ટર અને મુખ્યાધ્યાપકના માર્ગદર્શન હેઠળ દહીંહાંડીનો કાર્યક્રમ ખૂબ આનંદપૂર્વક અને આયોજનબદ્ધ રીતે પૂર્ણ થયો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
