ટાટા પાવર કંપની લિમિટેડની સહાયક અને ભારતની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપની ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઈએલ)એ ૮૦ મેગાવોટ ક્ષમતા ધરાવતા ફર્મ અને ડિસ્પેચેબલ રિન્યુએબલ એનર્જી (એફડીઆરઈ) પ્રોજેક્ટ માટે ટાટા પાવર મુંબઈ ડિસ્ટ્રિબ્યુશન સાથે વીજ ખરીદી કરાર (PPA) કર્યો છે.
આ પ્રોજેક્ટ પીક માંગના સમયમાં વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા અને ગ્રિડ સ્થિરતા મજબૂત કરવા માટે અદ્યતન સોલાર, પવન અને બેટરી સ્ટોરેજ સિસ્ટમ્સને એકત્ર કરશે. આ પ્રોજેક્ટ ૨૪ મહિનામાં પૂર્ણ થવાનો છે. દર વર્ષે અંદાજે ૩૧૫ મિલિયન યુનિટ (MUs) વીજળી ઉત્પન્ન થવાની અપેક્ષા છે, જે દર વર્ષે ૦.૨૫ મિલિયન ટનથી વધુ કાર્બનડાયોક્સાઈડ ઉત્સર્જન ઘટાડશે. પીક કલાકોમાં સતત ૪ કલાક વીજ પુરવઠાની ખાતરી આપવી એ આ પહેલનું મુખ્ય લક્ષણ છે, જેનાથી ૯૦% થી વધુ ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે અને ટાટા પાવર મુંબઈ ડિસ્ટ્રિબ્યુશનની વધતી ઊર્જા જરૂરિયાતો પૂરી થશે.

આ પ્રોજેક્ટ ટાટા પાવર મુંબઈ ડિસ્ટ્રિબ્યુશનને રાજ્યના નિયમનકારી આયોગ દ્વારા નક્કી કરાયેલા રિન્યુએબલ પર્ચેસ ઑબ્લિગેશન (આરપીઓ) પૂરા કરવામાં મદદરૂપ થશે. પ્રોજેક્ટ કાર્યાન્વિત થયા પછી, ઉત્પન્ન થતી સ્વચ્છ ઊર્જા ટાટા પાવર મુંબઈના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં સરળતાથી એકીકૃત થશે, જેના કારણે રહેણાંક, વ્યાવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકો સહિત આશરે ૮ લાખ ગ્રાહકોને વિશ્વસનીય વીજ પુરવઠો મળશે અને કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે.
આ સહકાર ટીપીઆરઈએલની વિશ્વસનીય રિન્યુએબલ ઊર્જા કંપની તરીકેની સ્થિતિને વધુ મજબૂત કરશે. ટકાઉપણું અને નવીનતાપ્રતિ પ્રતિબદ્ધતા સાથે, કંપની ભારતના લીલા અને વધુ લવચીક ઊર્જા ભવિષ્યના લક્ષ્યોને આગળ ધપાવી રહી છે.
11.3 ગિગાવેટની કુલ ઊર્જા ક્ષમતા : આ નવા વિકાસ સાથે, ટીપીઆરઈએલની કુલ રિન્યુએબલ ઊર્જા ક્ષમતા ૧૧.૩ ગીગાવોટ (પીપીએ ક્ષમતા ૯.૪ ગીગાવોટ) થઈ છે. તેમાં વિવિધ તબક્કાઓમાં અમલીકરણ હેઠળના ૫.૭ ગીગાવોટ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

હાલમાં, કંપનીની ઓપરેશનલ ક્ષમતા ૫.૬ ગીગાવોટ છે, જેમાંથી ૪.૬ ગીગાવોટ સોલાર ઊર્જા અને ૧ ગીગાવોટ પવન ઊર્જા છે. કંપનીના સોલાર ઈપીસી પોર્ટફોલિયોમાં ૧૫.૭ ગીગાવોટથી વધુ ગ્રાઉન્ડ-માઉન્ટ યુટિલિટી સ્કેલ સિસ્ટમ્સ અને ૩ ગીગાવોટથી વધુ રૂફટોપ અને ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.
ટીપીઆરઈએલનો ધ્યેય સમગ્ર દેશમાં લાખો લોકોને સંકલિત લીલા ઊર્જા ઉકેલ દ્વારા ઊર્જા ઉપલબ્ધ કરાવવાનું છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
