મુંબઈમાં તાજેતરમાં થયેલા અતિમુશળધાર વરસાદને લીધે મુંબઈના વિવિધ સમુદ્રકિનારાઓ પર મોટે પાયે કચરો ભેગો થયો હતો. મહાપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગે અત્યંત તત્પરતાથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરીને મુંબઈની સ્વરાજ્યભૂમિ (ગિરગાવ), દાદર, માહિમ, જુહુ, વેસાવે (વર્સોવા), મઢ- માર્વે અને ગોરા સમુદ્રકિનારા વિસ્તારો સ્વચ્છ કર્યા હતા.
15મીથી 23મી ઓગસ્ટ સુધી 952.5 મેટ્રિક ટન કચરો હટાવવામાં આવ્યો. આશરે 380 કર્મચારીઓએ 6 યંત્રાની મદદથી 24×7 અથાક પ્રયાસ કરીને આ છ સમુદ્રકિનારા સ્વચ્છ કર્યા છે.

19-20 ઓગસ્ટે મુંબઈમાં મુશળધાર વરસાદ પડ્યો હતો, જે ધ્યાનમાં લેતાં મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીના નિર્દેશ અનુસાર મહાપાલિકાના સંબંધિત વિવિધ વિભાગો વતી તુરંત વિવિધ ઉપાયયોજનાઓ કરવામાં આવી હતી
.વરસાદને લીધે ભેગો થયેલો કચરો સંતલિત કરીને તેનો યોગ્ય રીતે નિકાલ કરવા એડિશનલ કમિશનર (શહેર) ડો. અશ્વિની જોશીના માર્ગદર્શનમાં અને ડેપ્યુટી કમિશનર (ઘનકચરા વ્યવસ્થાપન) કિરણ દિઘાવકરની દેખરેખ હેઠળ આવશ્યક ઉપાયયોજનાઓ કરવામાં આવી છે.
મુખ્યત્વે ગિરગાવ, દાદર, માહિમ, જુહુ, વર્સોવા, મઢ- માર્વે અને ગોરાઈ સમુદ્રકિનારાઓના વિસ્તારમાં જમા થયેલો કચરો સંતલિત કરવા માટે વિશેષ ઝુંબેશ અમલ કરાઈ. તેમાં 23 ઓગસ્ટ સુધી કચરો હટાવવાની કામગીરી પાર પાડવામાં આવી.
કયા સમુદ્રકિનારા પરથી કેટલો કચરો:
સ્વરાજ્યભૂમિમાંથી 23 મેટ્રિક ટન કચરો નીકળ્યો (16 જણ અને 1 યંત્ર કામે લાગ્યા હતા), દાદર- માહિમથી 300 મેટ્રિક ટન (48 જણ અને 1 યંત્ર), વેસાવેથી 200 મેટ્રિક ટન (120 જણ અને 1 યંત્ર), જુહુમાં 375 મેટ્રિક ટન (35 જણ અને 1 યંત્ર), ગોરાઈ 20 મેટ્રિક ટન (14 જણ અને 1 યંત્ર) કચરો હટાવવામાં આવ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
