મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈ અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે, જે પછી રવિવારે રાજ્યભરમાં અતિવૃષ્ટિ થઈ હતી, જેને કારણે અનેક નદીઓમાં પૂર આવ્યાં હતાં, ડેમ તૂટ્યાં હતાં.
મુંબઈમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો. સોમવારે પણ અતિવૃષ્ટિ થવાની આગાહી વેધશાળા દ્વારા કરવામાં આવી રહી છે, જેથી અમુક જિલ્લા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યો છે.
ધારાશિવ જિલ્લામાં શિલવડી ગામ નજીક વહેલી રામ નદીમાં પૂર આવતાં વિદ્યાર્થીઓનો શાળાનો માર્ગ બંધ થઈ ગયો હતો. ભૂમ તાલુકામાં પાઠસાંગવી ગામમાં પણ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. કળંબ તાલુકાના સંજિતપુર ગામનો સંપર્ક તૂટી જતાં એક મહિલાને ઉપચાર માટે ટ્રેક્ટરમાંથી પાણીની બહાર લાવવામાં આવી હતી.

છત્રપતિ સંભાજીનગર શહેરમાં શનિવાર રાતથી મુશળધાર વરસાદને કારણે ઠેકઠેકાણે ઝાડ તૂટી પડ્યાં હતાં. હર્સુલ તળાવ ઊભરાઈ ગયો હતો, ખામ નદીમાં પૂર આવ્યં હતાં, જેથી નદીકાંઠે રહેતા લોકોને સતર્ક રહેવાનો ઈશારો આપવામાં આવ્યો છે.
ગંગાપુર તાલુકામાં લાસુર ખાતે શિવ નદીમાં પૂર આવ્યાં છે, જેને લીધે લાસુર- ગંગાપુર રસ્તા પર આવેલા પુલ પરથી પાણી ફરી વળ્યા હતા, જેથી આ રસ્તો ટ્રાફિક માટે બંધ કરાયો હતો. આને કારણે ગંગાપુર અને લાસૂરનો સંપર્ક તૂટી ગયો છે. પૂરમાં અનેક જનાવરો પણ તણાઈ ગયાં હતાં.
દરમિયાન નાશિકમાં ગંગાપુર ડેમ પર કશ્યપી અને ગૌતમી ગોદાવરી ડેમ પણ ઊભરાઈ ગયાં હતાં. ડેમ ઊભરાતાં પાણી છોડવામાં આવ્યાં હતાં, જેને કારણે રસ્તાઓ અને નદીના વિવિધ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.અહિલ્યાનગર જિલ્લાના દક્ષિણ ભાગમાં નવ દિવસમાં સરેરાશ બમણો વરસાદ પડ્યો છે, જેને લીધે 721 ગામને ફટકો પડ્યો છે.

પાથર્ઢી અને શેવગાવ તાલુકામાં 100થી વધુ ડેમ અને તળાવ ફૂટી ગયાં હતાં, જેને કારણે 2 લાખથી વધુ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું હતું, જેને લીધે 2.90 લાખ ખેડૂતોને ફટકો પડ્યો છે. એક હજાર લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. અનેક ઠેકાણે નવરાત્રિ મંડપો પણ તૂટી પડ્યા હતા
.પુણેમાં ખડકવાસલા ડેમમાંથી મુઠા નદીનું 10 બજાર ક્યુસેક કરતાં વધુ ગતિથી પાણીનો વિસર્ગ શરૂ કરાયો છે. આથી નદીકાંઠાના રહેવાસીઓને સતર્ક રહેવાનો ઈશારો અપાયો છે. એકંદરે હાલમાં આખા મહારાષ્ટ્રમાં વિકટ સ્થિતિ છે.
મુખ્ય મંત્રીએ કયાસ મેળવ્યો દરમિયાન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મરાઠવાડાના છત્રપતિ સંભાજીનગર, બીડ, હિંગોલી, જાલના, લાતુર, નાંદેડ, ધારાશિવ, પરભણી એમ 8 જિલ્લા તેમ જ સોલાપુર ખાતે જિલ્લાધિકારીઓ સાથે રવિવારે સવારે સંપર્ક કરીને વરસાદ, મદદકાર્યની સ્થિતિનો કયાસ મેળવ્યો હતો. દરેક ઠેકાણે મદદકાર્ય કરવામાં આવી રહ્યું હોઈ ઉપાયયોજના જાણી લીધી હતી અને અમુક સૂચનાઓ પણ આપી હતી.
મદદ શિબિરોમાં ભોજન, પાણી અને આરોગ્યની યોગ્ય વ્યવસ્થા રાખવાનો આદેશ તેમણે આપ્યો હતો.અમુક જિલ્લામાં ચારાની અછત હોવાથી તુરંત ચારો પુરવઠો કરવાનો આદેશ અપાયો હતો. વરસાદને લીધે ડેમનો વિસર્ગ વધવાથી નાગરિકોને સુરક્ષિત જગ્યાએએ સ્થળાંતર કરવાની સૂચનાઓ પણ તેમણે આપી હતી.

સર્વ અધિકારીઓને ફિલ્ડ પર રહીને કામ કરવા જણાવ્યું હતું. આ પછી મુખ્ય મંત્રીએ મિડિયાને જણાવ્યું કે વધુમાં વધુ મદદ કરવાની સરકારની માનસિકતા છે. સગમટે પંચનામા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કાયદા પર અને નિયમ પર આંગળી રાખીને લોકોને ત્રાસ થાય એવી વર્તણૂક નહીં કરો એવો નિર્દેશ પણ આપ્યો છે. સર્વ નુકસાનીની માહિતી અમારી પાસે આવ્યા પછી વધુ શું મદદ કરવી જોઈએ તેનો નિર્ણય સરકાર કરશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
