કૉન્ટ્રેક્ટર નહીં મળતા નાળાસફાઈનું કામ મોેડેથી ચાલુ થયું હોઈ બે મહિનામાં કામ પૂરું કરવાનું છે. તેથી આપેલી મુદતમાં કામ પૂરું કરવા કૉન્ટ્રેક્ટર બેદરકારીપૂર્વક કામ કરીને પાલિકાને ચૂનો લગાવી ના જાય તે માટે ગયા વર્ષની માફક આ વર્ષે પણ આર્ટિફ્શ્યિલ ટેક્નોલોજી(એઆઈ)ની મદદથી નાળાસફાઈના કામ પર નજર રાખવામાં આવવાની છે. ડમ્પરમાં કાટમાળ અને ઉપર ગાળ (નાળામાંથી કાઢેલો કચરો) નાંખીને છેતરપીંડી કરી તો તે કૉન્ટ્રેક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવશે એવી માહિતી એડિશનલ કમિશનર અભિજિત બાંગરે આપી હતી.
મુંબઈમાં સામાન્ય રીતે માર્ચ મહિનામાં નાળાઓની સફાઈનું કામ શરૂ થઈ જતુંં હોય છે પણ આ વખતે પાલિકાને કૉન્ટ્રેક્ટર શોધતા નાકે દમ આવી ગયો છે. મોડે મોડે પણ કૉન્ટ્રેક્ટર મળ્યા છે ત્યારે ગયા વર્ષે નાળાસફાઈને નામે કૉન્ટ્રેક્ટરોએ પાલિકા સાથે છેતરપીંડી કરીને કરોડો રૂપિયા ચાઉં કરી ગયા હતા. તેથી આ વર્ષે પાલિકાએ નાળાસફાઈના કામમાં પારદર્શકતા રાખવા કમર કસી છે. જે અંતર્ગત નાળાસફાઈના કામ દરમ્યાન ગાળનું વજન કરવામાં આવશે, ગાળને સુકાવ્યા બાદ વાહનમાં ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નાખવામાં આવશે અને આ તમામ કામ પર નજર રાખવામાં આવશે.

નાળામાંથી કાઢેલા ગાળને જે વાહનમાં લઈ જવામાં આવશે તેના પર નજર રાખવામાં આવશે અને નાળાસફાઈના કામનું વિડિયો શુટિંગ પણ કરવામાં આવશે એ આ કામ દરમ્યાન કૉન્ટ્રેક્ટર દ્વારા પાલિકાની સાથે છેતરપીંડી કરવામાં આવી રહી હોવાનું જણાયું તો તેમને બ્લેક લિસ્ટ કરવામાં આવશે. આ વર્ષે કામ મોડું શરૂ થયું હોવાથી ૨૫ માર્ચ સુધીમાં માત્ર એક ટકા સફાઈ થઈ હોવાની માહિતી એડિશનલ કમિશનરે સ્થાયી સમિતિની બેઠકમાં બુધવારે આપી હતી.
આ દરમ્યાન મીઠી નદીની સફાઈ માટે પણ કૉન્ટ્રેક્ટર આગળ આવ્યા છે. તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ આવતા અઠવાડિયાથી તેઓ મીઠી નદીની સફાઈ શરૂ કરશે. નાળાસફાઈના કામ પર એઆઈ, મોબાઈલ ઍપ અને આધુનિક મશીનથી નજર રાખવામાં આવશે એવી માહિતી પણ અભિજિત બાંગરે આપી હતી.મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં નાળાસફાઈનું કામ કરવામાં આવે છે. ચોમાસા પહેલા ૮૦ ટકા, ચોમાસામાં ૧૦ ટકા અને ચોમાસા બાદ ૧૦ ટકા એમ ત્રણ તબક્કામાં નાળાસફાઈ કરવામાં આવે છે. તેમ જ વોર્ડ સ્તરે પણ નાના નાળા અને નાની ગટરોની સફાઈ કરવામાં આવતી હોય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
