
ડોમ્બિવલીમાં 16 વર્ષની કિશોરી પર એક જ વર્ષમાં બે અલગ-અલગ વ્યક્તિઓએ અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટના બહાર આવી હતી. અકોલાના એક યુવકે તેનું અપહરણ કર્યા બાદ ટ્રેનમાં બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ છે. આ ઘટનાની તપાસ વખતે જ ખબર પડી હતી કે એક વર્ષ પહેલાં પણ તે અન્ય યુવક દ્વારા બળાત્કારનો ભોગ બની હતી.
ડોમ્બિવલીની કિશોરીને કલ્યાણ સ્ટેશન પર આરોપી યુવક મળ્યો હતો. દરમિયાન બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને ૨૦ વર્ષીય આરોપી તેને અકોલા લઈ ગયો હતો. આ દરમિયાન તેણે ટ્રેનમાં કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવક કિશોરીને તેના અકોલા ઘરે લઈ ગયો હતો પણ તેના માતા-પિતાએ કિશોરીને આવવા દીધી ન હતી.

આરોપી તેને પાછો અકોલા સ્ટેશન પર મૂકી આવ્યો હતો. કિશોરીને અકોલા સ્ટેશન પર એકલી આંટા મારતા જોઈ જીઆરપીએ તેની પૂછપરછ કરતા તેણે આ ચોંકાવનારી ઘટનાની જાણ જીઆરપીએ કરી હતી. આ પૂછપરછ દરમિયાન કિશોરીએ એક વર્ષ પહેલા પણ એક યુવાને તેના પર બળાત્કારગુજાર્યો હોવાની જાણ કરતા જીઆરપીએ ઝીરો એફઆઈઆર નોંધી આ કેસ કલ્યાણ જીઆરપીને વધુ તપાસ માટે ટ્રાન્સફર કર્યો હતો.
જ્યારે બીજી ઘટના એક વર્ષ પહેલા ડોમ્બિવલીમાં બની હોવાથી આ વાતની જાણ ડોમ્બિવલી પોલીસને કરી જીઆરપીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

For more details… Contact 9322529232 / 9324483455
