રસ્તા પર ગેરકાયદે છોડી દીધેલા લાવારિસ, ભંગાર અને નકામા વાહનોનો નિકાલ કરવાની કાર્યવાહી મુંબઈ મહાપાલિકાએ શરૂ કરી છે. મુંબઈ શહેર, પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં 12 ઓગસ્ટ સુધી કુલ 4 હજાર 325 લાવારિસ વાહન મળ્યા છે. એમાંથી 3 હજાર 153 વાહનામાલિકોનો નોટિસ બજાવવામાં આવી છે તો 1 હજાર 927 લાવારિસ, ભંગાર વાહનો ટોઈંગ કરીને કોન્ટ્રેક્ટરના યાર્ડમાં લઈ જવામાં આવ્યા છે.
મુંબઈગરાને ચાલવા માટે ખુલ્લા રસ્તા મળે એ માટે મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ કાર્યવાહી શરૂ કરાવી છે. તેમ જ રસ્તાની કોરે ઊભેલા લાવારિસ, ભંગાર અને નકામા વાહનોનો નિકાલ કરવાનું ધોરણ નિશ્ચિત કર્યું છે. એના અંતર્ગત સાર્વજનિક ઠેકાણે લાંબા સમયથી પડી રહેલા લાવારિસ વાહનોની ઓળખ કરીને નિયમાનુસાર નિકાલ કરવા માટે મહાપાલિકાએ બાહ્ય સંસ્થાની નિમણુક કરી છે. એમાં શહેર, પૂર્વ ઉપનગરો અને પશ્ચિમ ઉપનગરો માટે જુદા જુદા કોન્ટ્રેક્ટરની નિમણુક કરવામાં આવી છે.

આ કોન્ટ્રેક્ટરો મારફત નિયમિત અને નિયમાધીન કાર્યવાહી ચાલુ છે. દંડાત્મક કાર્યવાહી સહિત રસ્તા પરથી આડશ દૂર કરવી એ આ પાછળનો હેતુ છે. એ અનુસાર શહેર વિભાગમાં કુલ 833 લાવારિસ વાહન મળ્યા છે. એમાંથી 502 વાહનમાલિકોને મહાપાલિકા અધિનિયમ 1888 (અદ્યતન)ની કલમ 314 અન્વયે નોટિસ બજાવવામાં આવી છે.
ફરિયાદની સુવિધા મહાપાલિકા પ્રશાસન અને કોન્ટ્રેક્ટર મારફત લાવારિસ વાહન પર નિયમિતપણે કાર્યવાહી ચાલી રહી છે. મુંબઈગરાને સાર્વજનિક રસ્તા પર લાંબા સમયથી પડી રહેલા વાહન દેખાય તો વોટ્સએપ નંબર પર સંપર્ક કરવો. વોટ્સએપ પર વાહનનો ફોટો અને ગુગલ લોકેશન સહિત ફરિયાદ નોંધાવવી. તેમ જ હેલ્પલાઈન નંબર અથવા મહાપાલિકાની વેબસાઈટ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવવી એવી હાકલ મહાપાલિકાએ કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
