દિશા સાલિયન પર ગેન્ગરેપ બાદ તેની હત્યા કરાઈ હતી એવો ચોંકાવનારો ખુલાસો સતીશ સાલિયનના વકીલો એડ. ઈશ્વરલાલ અગરવાલ અને એડ. અભિષેક મિશ્રાએ પ્રાપ્ત કરેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટની પ્રમાણિત નકલમાં પરથી કરવામાં આવ્યો છે. માલવણી પોલીસ અને ડોક્ટરો દ્વારા ત્રણ વર્ષથી આ રિપોર્ટ છુપાવવામાં આવ્યો હતો એવો દાવો પણ કરવામાં આવ્યો છે.
ઓટોપ્સી રિપોર્ટનાં તારણો, નજરે જોનારા સાક્ષીદારોના પુરાવા વચ્ચે વિસંગતી તેમ જ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં 60 કલાક વિલંબ પરથી એવું જણાય છે કે દિશાએ આત્મહત્યા કરી નહોતી, પરંતુ તેની પર ભયાનક જાતીય હુમલો થયો હતો અને ઉચ્ચ સ્તર પરથી પછી આ પ્રકરણમાં ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો, એવો દાવો વકીલોએ બુધવારે કર્યો હતો.

પોસ્ટમોર્ટમ દિશાના મૃત્યુના આશરે 60 કલાક પછી, એટલે કે, 11 જૂન, 2022ના રોજ સાંજે 4.30 વાગ્યે કરવામાં આવ્યું હતું. લોહીના ડાઘ વિશેનાં નિરીક્ષણો સંબંધમાં રિપોર્ટના એક ભાગમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દિશાનો મૃતદેહ ‘નિર્વસ્ત્ર’ હતો. શરીર પર કપડાં નહીં હોવાથી તેને અનુરૂપ ખાનું કોરું રખાયું હતું, જે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત કરે છે, એવો દાવો કરવામાં આયો છે.
તબીબી તારણો અને પુરાવા વચ્ચે વિસંગતી
વકીલોએ દાવો કર્યો છે કે તબીબી અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે તેના આગળના દાંત સંપૂર્ણ તૂટી ગયા હતા. ખોપરીના હાડકામાં ફ્રેક્ચર, આંખમાં ઈજા, મોઢું અને આંખમાંથી રક્તસ્રાવ, ઘણી બધી પાંસળીઓ તૂટી ગઈ હતી વગેરે ઉલ્લેખ કરાયો છે. જોકે અગ્નિસંસ્કાર વખતના ફોટો અને નજરે જોનારા અનુસાર દિશાનો ચહેરો અકબંધ હતો. સોજો, ઉઝરડા કે વિરૂપતા નહોતાં દેખાયાં. તેનું મોઢું બંધ હતું. દાંતમાં ઈજા દેખાતી નહોતી. આગળના દાંત મોજૂદ હતા. માથામાં રક્તસ્રાવ અને આંખમાં હાનિનાં નિશાન નહોતાં, એમ તેમણે દાવો કર્યો છે.

રિપોર્ટમાં ઈજાના દાવામાં વિસંગતી
વકીલોએ આરોપ કર્યો છે કે ઘટનાસ્થળે અથવા કપડા પર કોઈ લોહી દેખાયું નહોતું. રિપોર્ટમાં માથું, મોઢું અને નાકમાંથી ભારે રક્તસ્રાવનો ઉલ્લેખ કરાયો છે, પરંતુ ઘટનાસ્થળે જ્યાં દિશા પડી હતી ત્યાં કોઈ લોહી દેખાયું નહોતું. તેનાં કપડાં પર લોહીના ડાઘ નહોતા અને તેના મૃતદેહને હોસ્પિટલમાં લઈ જનારાને પણ કોઈ લોહીના ડાઘ દેખાયા નહોતા, એમ વકીલોએ દાવો કર્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
