મુંબઈ સહિત દેશભરમાં ચકચાર જગાવનાર દિશા સાલિયનના રહસ્યમય મૃત્યુ અંગે ચાલી રહેલી કાનૂની કાર્યવાહીમાં એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં, મુંબઈ હાઈ કોર્ટે કેસની સુનાવણી 30 એપ્રિલ 2025ના નક્કી કરી છે. આથી આ હાઈપ્રોફાઈલ કેસમાં રાજકીય, બોલીવૂડ, પોલીસ સહિતના અનેક ચોંકાવનારાં નામો બહાર આવવાની શકયતા છે. ન્યાયાધીશ સારંગ વી. કોતવાલની બનેલી ડિવિઝન બેન્ચે સોમવારે હાઈ કોર્ટ રજિસ્ટ્રીને આગામી 30 એપ્રિલ મંગળવારના રિટ પિટિશનને અંતિમ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
મૃતકના પિતા અરજદાર સતીશ સાલિયન વતી હાજર રહેલા એડવોકેટ તનવીર નિઝામ દ્વારા સવારના સત્ર દરમિયાન હાઈ કોર્ટ સમક્ષ કરવામાં આવેલા ઉલ્લેખના જવાબમાં આ નિર્દેશ આપવામાં આવ્યો હતો.એડવોકેટ નિઝામે કોર્ટને જાણ કરી હતી કે, આ મામલાને રજિસ્ટ્રી તરફથી પહેલાથી જ મંજૂરી મળી ગઈ છે, અને આરોપોની ગંભીરતા પર ભાર મૂક્યો હતો, જેમાં ગેંગરેપ, હત્યા અને ત્યાર બાદ ઢાંકપિછોડો કરવાનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા ફરિયાદની નોંધ લેવામાં આવી હોવા છતાં, અને તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ને સોંપવામાં આવી હોવા છતાં,

એફઆઈઆર નોંધ્યા વિના તપાસ આગળ વધી રહી છે, જે કાયદાકીય ધોરણોનું સીધું ઉલ્લંઘન છે.તાકીદની નોંધ લેતાં, જસ્ટિસ કોતવાલે ટિપ્પણી કરી, આ મામલો ગંભીર છે, અને તાકીદનો છે. અમે તમને યોગ્ય સુનાવણી આપીશું, અને તે મુજબ રજિસ્ટ્રીને 30 એપ્રિલ, 2025 ના આ મામલાને નોંધપાત્ર સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો.
એસઆઈટી દ્વારા નિરીક્ષણ હેઠળ તપાસ
અરજદારે દલીલ કરી છે કે, રાજ્ય એસઆઈટી સ્વીકાર્ય નથી, અને તેના બદલે સીબીઆઈ અધિકારીઓ અને સદાનંદ દાતે અને સમીર વાનખેડે જેવા અધિકારીઓની બનેલી તટસ્થ એસઆઈટી દ્વારા કોર્ટ-નિરીક્ષણ હેઠળ તપાસની માગણી કરી છે, જેમાં વ્યાપક જાહેર હિતમાં સ્વતંત્ર અને વિશ્વસનીય તપાસની જરૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
