રણવીર સિંહની સુપરહિટ ફિલ્મમાં જોવા મળેલા અભિનેતા નદીમ ખાનની તેની ઘરેલું નોકરાણી પર લગ્નનું વચન આપીને ૧૦ વર્ષ સુધી બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અભિનેતાને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.એક અધિકારીએ જણાવ્યું હતું કે પીડિત મહિલા વિવિધ કલાકારો માટે ઘરકામ કરતી હતી તે વર્ષો પહેલા અભિનેતા નદીમ ખાનના સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વધુ નજીક આવ્યા હતા.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ખાને તેને લગ્નનું વચન આપ્યું હતું.તેણે ખાન પર વિશ્વાસ કરી લીધો હતો માલવણીમાં પીડિતાના નિવાસસ્થાન અને વર્સોવામાં પોતાના ઘરે ૧૦ વર્ષ સુધી અનેક વખત અભિનેતાએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

જોકે પાછળથી ખાને તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આથી પીડિતાએ ફરિયાદ માટે વર્સોવા પોલીસમાં સંપર્ક કર્યો હતો.
મહિલા માલવણી વિસ્તારમાં રહે છે. અને પહેલીવાર તેના ઘરમાં બળાત્કાર થયો હતો. આથી વર્સોવા પોલીસે કેસને શૂન્ય એફઆઇઆર પર ટ્રાન્સફર કર્યો હતો.
પોલીસે આરોપી અભિનેતાને પકડીને વધુ તપાસ આદરી હતી. બોલિવુડમાં અગાઉ શાઈની આહુજા પર પણ તેના ઘરે કામ કરતી નોકરાણીએ બળાત્કારનો આરોપ મૂક્યો હતો. આ કેસના કારણે શાઈની આહુજાની કારકિર્દી ખતમ થઈ ગઈ હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
