મુલુંડ-વેસ્ટના વૈશાલીનગર, મુલુંડ કૉલોની, અમરનગર અને ચેકનાકા જેવા વિસ્તારોમાંથી મુલુંડ રેલવે-સ્ટેશન તરફ આવતી-જતી મોટા ભાગની રિક્ષાઓમાં ગેરકાયદે રીતે ૪ પ્રવાસીઓને બેસાડવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. નિયમ મુજબ રિક્ષામાં પાછળ ૩ અને આગળ માત્ર ડ્રાઇવરની મર્યાદા હોવા છતાં અનેક રિક્ષાચાલકો નિયમોને ખુલ્લેઆમ અવગણી “રિક્ષાચાલકો વધુ કમાણીના લોભમાં પોતાની સાથે-સાથે પ્રવાસીઓનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે.
પાછળ ૩ ઉપરાંત વધારાનો એક પ્રવાસી બેસાડવાથી રિક્ષાનું સંતુલન બગડે છે અને અચાનક બ્રેક લાગે ત્યારે અથવા વળાંક લેતી વખતે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. મુલુંડ રેલવે-સ્ટેશન પહોંચવાની ઉતાવળમાં કેટલાક રિક્ષાચાલકો ટ્રાફિક સિગ્નલ તોડતા, ખોટી લેનમાં ઘૂસતા અને બેફામ ઓવરટેક કરતા હોવાનું પણ જોવા મળે છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને મેં ટ્રાફિક-વિભાગ સમક્ષ લેખિત તથા મૌખિક ફરિયાદો નોંધાવી છે.

અગાઉ પણ અનેક વખત આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી, પરંતુ ટ્રાફિક-વિભાગ દ્વારા ક્યારેક હાથ ધરાતી ચેકિંગ-ડ્રાંઈવ બાદ સ્થિતિ ફરી જૂની જ બની જાય છે. નિયમિત દેખરેખ, સતત પૅટ્રોલિંગ અને કડક દંડ વિના રિક્ષાચાલકો પર અસરકારક અંકુશ લાવવો મુશ્કેલ છે.
મુલુંડ-વેસ્ટથી મુલુંડ રેલવે-સ્ટેશન સુધીના માર્ગ પર ખાસ તપાસ-અભિયાન હાથ ધરવામાં આવે, નિયમનો ભંગ કરતી રિક્ષાઓનાં લાઈસન્સ અને પરમિટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને CCTV કેમેરાની મદદથી સતત નજર રાખવામાં આવે. જો સમયસર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં કોઈ ગંભીર અકસ્માત થઈ શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
