શિક્ષણ વિભાગે આ વર્ષે પહેલી વાર નારિયેળી પૂર્ણિમાની રજા જાહેર કરી હતી, પરંતુ આ વર્ષે દહીહાંડી અને અનંત ચતુર્દશીની રજાઓ રદ્દ કરવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ રોષ વ્યક્ત કર્યો હતો. વધુમાં શિક્ષક સંગઠને માંગ કરી હતી કે દહીહાંડી અને અનંત ચતુર્દશીની રજાઓ આ વર્ષે પણ પહેલાની જેમ ચાલુ રાખવામાં આવે અને આ સંદર્ભમાં શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી.
રાજ્ય સરકારે આ વર્ષે અચાનક નારિયેળી પૂર્ણિમા પર રજા જાહેર કરી હતી.પરંતુ ત્યારબાદ સરકારે દહીહાંડી અને અનંત ચતુર્દશીની રજાઓ રદ્દ કરી હતી.
મુંબઈ સહિત સમ્રગ મહારાષ્ટ્રમાં દહીંહાંડીનો તહેવાર ખૂબ જ ભારે ઉત્સાહથી ઉજવામાં આવે છે. ઉપરાંત ગણેશ ચતુર્થીના દસ દિવસ બાદ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ મૂર્તિઓનું વિસર્જન થાય છે. તેથી મુંબઈમાં આ બંને તહેવારો પર રસ્તાઓ પર નાગરિકોની ભારે ભીડ જોવા મળે છે.

દરમિાયન આ બંને દિવસે મુંબઈમાં ઘણી જગ્યાએ રસ્તાઓ ટ્રાફિક માટે બંધ કરવામાં આવે છે. જેથી ઘણી જગ્યાએ ભારે ટ્રાફિક સર્જાય છે. તેથી દર વર્ષે આ બે દિવસે આપવામાં આવતી રજાઓ આ વર્ષે રદ્દ થવાને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળાએ જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભીડમાંથી પસાર થઈને શાળાએ જવું પડશે એવી રજૂઆત શિક્ષક સંગઠન દ્વારા કરાઈ હતી.
આ દિવસે ઘણા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેવાની શક્યતા વધુ છે. આનાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પણ પર અસર પડી શકે છે. તેથી ૧૬ ઓગસ્ટે દહી હાંડી અને ૬ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી પણ રદ્દ કરાયેલી રજાઓ પહેલાની જેમ જ ચાલુ રાખવી જોઈઅ એમ શિક્ષણ સંઘએ માંગ કરી છે. વધુમાં શિક્ષણ સંગઠને આ સંદર્ભમાં શિક્ષણ મંત્રિ દાદા ભુસેને લેખિતમાં રજૂઆત પણ કરી છે.

For more details… Contact 9322529232 / 9324483455
