થાણેના ઘોડબંદરમાં રહેતાં ૧૦૧ વર્ષના દાદા દુનિયા છોડયા બાદ પણ સમાજ માટે ઉદાહરણ પૂરું પાડતા ગયા છે. હોસ્પિટલમાં દાખલ થયા બાદ જીવ ગુમાવતા પરિવારે તત્કાલિક નિર્ણય લઈને તેમનું દેહ દાન કર્યું હતું. નાયર હોસ્પિટલમાં તેમનું દેહ દાન કરવામાં આવ્યું હતું. આમ ૧૦૧ વર્ષના દાદા સૌથી મોટી ઉંમરના દેહદાન કરનાર વ્યક્તિ બન્યા છે થાણેના રહેવાસી ૧૦૧ વર્ષના પી. એસ. વેંકટેશ્વરન આઠ મેના ટોયલેટ જતાં પડી ગયા હતા. એ બાદ તેમને થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ૧૨ મે ના સર્જરી કરવામાં આવી હતી. પરંતુ, તેમની તબિયત અચાનક ખરાબ થતાં ૨૬ મે ના રાતે ૧૨.૧૨ વાગ્યે તેમણે જીવ ગુમાવ્યો હતો.

આ વિશે તેમના દીકરા વેંકટેશ્વર રામણે જણાવ્યું હતું કે પપ્પાએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો, પણ દાનના સમયે અમને કઈ રીતે આગળ વધવું તે અંગે ચોક્કસ માહિતી નહોતી. તેથી અમે ઇન્ટરનેટ પર શોધખોળ શરૃ કરી હતી. તે દરમિયાન અમારો સંપર્ક ફેડરેશનના પુરુષોત્તમ ભાઈ સાથે થયો હતો. રાતના તરત જ હોસ્પિટલથી રાત્રિના આશરે ૪.૩૦ વાગ્યે તેમના દેહનું દાન નાયર હોસ્પિટલ માટે નીકળ્યા હતા. પપ્પા વર્ષો પહેલાં ‘ફેડરેશન ઓફ ઓર્ગન એન્ડ બોડી ડોનેશન’ દ્વારા આયોજિત અવેરનેસ કાર્યક્રમમાં દેહદાનનો સંકલ્પ કર્યો હતો. એથી તેમનું દેહ અમે દાન કર્યું છે. નાયર હોસ્પિટલના ડો. સ્નેહા શર્માએ સમયસર દેહદાનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

