ચેમ્બુરમાં પૂરપાટ વેગે આવેલા ડમ્પરે સ્કૂટરને ટક્કર મારતાં સ્કૂટરસવારનું મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલા ડમ્પરના ડ્રાઈવરે પોલીસ સમક્ષ સમર્પણ કર્યું હતું.
ટિળક નગર પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની બપોરે 12.45 વાગ્યે ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર ચેમ્બુર નજીક બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલાની ઓળખ સુભાષ ડુલગચ (47) તરીકે થઈ હતી.

પોલીસ ફરિયાદ અનુસાર વિલે પાર્લેના બામનવાડા ખાતે રહેતો સુભાષ અંધેરીના ચકાલા સ્થિત હાઉસકીપિંગ કંપનીમાં મૅનેજર હતો. શનિવારની બપોરે તે સ્કૂટર પર શિવાજી નગરથી છેડા નગર તરફ જઈ રહ્યો હતો. પાછળથી પૂરપાટ વેગે આવેલા ડમ્પરે તેના સ્કૂટરને ટક્કર મારી હતી. ગંભીર હાલતમાં તેને રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
