મુલુંડ (વે)માં વૈશાલીનગર પાસે આવેલી મનિષા યુનિવર્સલ હોસ્પિટલમાં લેબ ટેક્નોલોજીસ્ટ તરીકે કામ કરતી તથા કુર્લામાં રહેતી સકુરા શેખએ ડેટિંગ એપ પર થયેલી ઓળખાણને પગલે શેર ટ્રેડિંગમાં રૂા.૮૮ હજાર રોકાણ કરતાં દાનેશ નામના સાયબર ગઠિયાની છેતરપિંડીનો ભોગ બન્યા હતા.
ઘટનાની વિગત મુજબ સકુરાએ ગુગલ પ્લે સ્ટોર પરથી જાન્યુઆરીમાં BUMBLE નામની એક ડેટિંગ એપ ડાઉનલોડ કરી હતી જેના થકી તેની ઓળખાણ દાનેશ નામના યુવક સાથે થઈ હતી.

બંને વચ્ચે મેસેજ બાદ મોબાઈલ નંબરની આપ-લે થઈ અને દાનેશે સકુરાને શેર ટ્રેડિંગ વિશે માહિતી આપીને આકર્ષક વળતર મળશે એવી લાલચ આપીને ટ્રેડિંગ કરવા માટે સમજાવી જેને પગલે ફેબ્રુઆરીમાં સકુરાએ દાનેશને રૂા.૮૮ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને દાનેશે તેને ટ્રેડિંગ એપ માટે લિંક પાઠવવાનો હતો જે તેણે સફુરાના રૂા. ૮૮ હજાર ટ્રાન્સફર કર્યા બાદ પણ તેને પાઠવી નહીં.
તેથી સકુરાએ વારંવાર ટ્રેડિંગ બાબત વિચારણા કરતા દાનેશે તેનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો તેથી સકુરાએ એપ્રિલમાં સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર અને ત્યારબાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
