યુદ્ધવિરામની ઘોષણા પછી સંરક્ષણ બળ દ્વારા રવિવારે રાત્રે સરહદો પર શાંતિ રહી હતી એવી ઘોષણા સોમવારે કરવામાં આવી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મૌન તોડીને રાષ્ટ્રને સંબોધન કરતાં આતંકવાદ વિરુદ્ધ કડક સંદેશ આપ્યો, પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ, મધ્ય પૂર્વના દેશોમાંથી ભારત સરકારની વેબસાઈટો પર સાઈબર હુમલા હજુ પણ ચાલુ જ છે, એમ સોમવારે મહારાષ્ટ્ર સાઈબર સેલ અધિકારીઓએ જણાવ્યું હતું. 22 એપ્રિલે પહલગામ પર આતંકવાદી હુમલા પછી 1.5 કરોડ સાઈબર હુમલા કરવામાં આવ્યા, જેમાંથી ફક્ત 150 સફળ થયા છે.
મહારાષ્ટ્ર સાઈબર સેલના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે પત્રકારોને સંબોધિત કરવા સમયે જોકે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટનો ડેટા હેકરોએ ચોરી કર્યો, ઉડ્ડયન અને મહાપાલિકાની પ્રણાલીઓ હેક કરી અને ચૂંટણી પંચની વેબસાઈટને લક્ષ્ય બનાવવામાં આવી હોવાનો દાવા ખોટા હોવાનું જણાવ્યું હતું.

રાજ્યમાં સાઈબર ગુનાખોરીની તપાસ અને સલામતીની જાળવણીની મહત્ત્વ પૂર્ણ કામગીરી મહારાષ્ટ્ર સાઈબર સેલ એ મહારાષ્ટ્ર સરકારની નોડલ ઓફિસ છે. તપાસમાં એવું જણાયું છે કે યુદ્ધવિરામ પછી ભારત પર (સરકારી વેબસાઈટો) સાઈબર હુમલાઓ ઓછા થયા છે પરંતુ સંપૂર્ણ બંધ થયા નથી. આ હુમલાઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, મોરોક્કો અને મધ્ય પૂર્વ દેશોમાંથી ચાલુ જ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર સાઈભર સેલ દ્વારા સોશિયલ મિડિયા પર ખોટી માહિતી ફેલાવનારા સામે સમર્પિત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને 83 ફેક ન્યૂઝ પોસ્ટ્સમાંથી 38 હટાવવામાં આવી છે. સાઈબર વિભાગ નેશન ફર્સ્ટ ફેક્ટ ફર્સ્ટ ઝુંબેશ હેઠળ સશસ્ત્ર બળો અને ભારતીય સરકાર સંબંધી ફેક ન્યૂઝ સામે કઠોર પગલાં લેશે. ઓનલાઈન છેતરપિંડી વિશે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા સમર્પિત હેલ્પલાઈન પણ રજૂ કરવામાં આવી છે.
નાગરિકો હવે તુરંત મદદ માટે 1945 અને 1930 પર કોલ કરી શકે છે. કોલ પ્રાપ્ત થયા પછી વિશ્લેષણકાર કોલર સુધી પહોંચશે. 100 ફોન લાઈનો સાગમટે તેની પર કામ કરી રહી છે. 1930 અને 1945 નંબર પર રોજ આશરે 7000 કોલ આવી રહ્યા છે. 2019થી સમયસર પગલાં લઈને આશરે રૂ. 600 કરોડ બચાવી લેવામાં આવ્યા છે. એકલા છેલ્લા 6 મહિનામાં રૂ. 200 કરોડ બચાવવામાં આવ્યા છે.

દરમિયાન એક્સ પર સાત અકાઉન્ટ્સ થકી હિંદુ દેવતાઓનું અપમાન કરનારા ઈન્દોરના 39 વર્ષીય સીએના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી 2021થી વાંધાજનક પોસ્ટ મૂકતો હતો. આ મુદ્દો ભાજપના સાંસદ મેધા કુલકર્ણી દ્વારા મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના ધ્યાનમાં લાવ્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સાઈબર સેલ દ્વારા લાઓસમાં સાઈબર ગુલામગીરીમાં ફસાયેલા રાજ્યના છ યુવાનોને બચાવી લેવાયા છે. આ યુવાનોની સતામણી થતી હતી. તેમણે સાઈબર ગુનાખોરી કરવાનો ઈનકાર કરતાં વીજળીના આંચકા આપવામાં આવ્યા હતા, તેમના નખ ખેંચી કાઢવામાં આવ્યા હતા. દરમિયાન સાઉથ ઈસ્ટ એશિયન દેશમાં સાઈબર ગુલામીમાં 29 ભારતીયો સપડાયા હતા એવી માહિતી પણ અધિકારીએ આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
